બીજિંગ : સિક્કીમમાં ભારત – ચીન બોર્ડર પર તણાવની પરિસ્થિતી વચ્ચે તિબેટમાં ભારત બોર્ડર પર યુદ્ધ ટેંક લઇને આવ્યું છે. પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું કે અમે 35 ટન વજનનાં લાઇટવેટ બેટલ ટેંકનું ટ્રાયલ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ચીનનાં સૈનિકોએ જૂનનાં પહેલા અઠવાડીયામાં 2 બંકરો તોડી નાખ્યા હતા અને તાજેતરમાં જ ભારતનાં એક જૂના બંકરને પણ બુલડોઝર ધ્વસ્ત કર્યું હતું.
ચીને કહ્યું કે અમે ભારતને આ બંકરને હટાવવા કહ્યું હતું, પણ તેમને માન્યું નહી. ચીને ભારતીય શ્રદ્ધાળુઓનાં નથુલા પાસ મારફલે કૈલાસ માનસરોવર યાત્રા પણ અટકાવી દીધી હતી. PLAનાં પ્રવક્તા કર્નલ લૂ કિઆનને મીડિયાએ પુછ્યું કે શું ટેંકનુ ટ્રાયલ ભારત ચીન સરહદ પર વધી રહેલ તણાવને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. જેનાં જવાબમાં કર્નલે કહ્યું કે તિબેટની જમીન પર આ બેટલ ટેંકની ક્ષમતા પારખવામાં માટે કરવામાં આવી રહ્યું છે. અમારી એક્સરસાઇઝનો બીજો કોઇ ઉદ્દેશ્ય નથી. કોઇ દેશ અમારા નિશાન પર નથી.