કોરોના (Corona Virus/Covid-19) મહામારી હવે પોતાનુ સ્વરૂપ વિસ્તૃત કરી રહ્યુ છે અને એવી રીતે વિસ્તૃત કરી રહ્યુ છે કે દેશમાં દરરોજ કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને રોજ નવા વિક્રમ સર્જતા આ રોજીંદા ઉછાળાને કારણે દેશમાં ગુરૂવારે રાત્રે કોરોનાના કુલ કેસનો આંકડો 10,00,000ને પાર પહોંચી ગયો હતો. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે 10 લાખ પર પહોંચી ગઇ છે. માત્ર 5 મહિના અને 16 દિવસમાં, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 થી 10 લાખ સુધી પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો.
દેશમાં કુલ મરણાંક પણ વધીને 25,000ને પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10,00,202 પર પહોંચી ગયો છે, જ્યારે મરણાંક પણ વધીને 25,553 પર પહોંચ્યો છે એવું 9.30 વાગ્યે રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોએ જાહેર કરેલા આંકડાથી જાહેર થયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8.00 વાગ્યાના પોતાના અપડેટમાં જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં દેશમાં નવા આંકડા મુજબ બુધવારે રેકોર્ડ બ્રેક 32,695 કેસો નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો વધીને 9,68,876 પર પહોંચી ગયો છે. સાથે જ વધુ 606નાં મોત થતાં કુલ મરણાંક વધીને 24,915 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતા મહારાષ્ટ્ર (Maharashtra) ની વાત કરીએ તો ગત 24 કલાકમાં 7,975 કેસો સામે આવ્યા છે જ્યારે 3,606 દર્દીઓ સાજા થયા છે અને 233 લોકોના કોરોના વાયરસથી મૃત્યુ થયુ છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા 2 લાખ 75 હજારને વટાવી ચૂકી છે એવામાં મહારાષ્ટ્ર સરકારનાં આંકડા મુજબ 1 લાખ 52 હજાર 613 દર્દીઓને ડિસ્ચાર્જ (discharge) કરવામાં આવ્યો છે. મુંબઈમાં 1374 કેસો સામે આવ્યો છે. એકમાત્ર રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યા કોરોનાથી દરરોજ એવરેજ 200 લોકનું મોત થઈ રહ્યું છે.
તમામ રાજ્યનાં ગત 24 કલાકમાં આવેલ કેસોની વાત કરીએ તો, તમિલનાડુમાં 4496 કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં 1647 કેસો, કર્ણાટકામાં 3176 કેસો, ગુજરાતમાં 915 કેસો, યુપીમાં 1659 કેસો, તેલંગાનામાં 1597, આંધ્રપ્રદેશમાં 2432, પશ્રિમ બંગાલમાં 1589, હરિયાણામાં 678, બિહારમાં 1328, મધ્યપ્રદેશમાં 638, આસામમાં 859, ઓડિસામાં 618, જમ્મુ-કશ્મીરમાં 493, કેરેલામાં 623, પંજાબમાં 288, છત્તીસગઢમાં 160, ઝારખંડમાં 229, ગોવામાં 198 અને રાજસ્થાનમાં 866 જેટલા કેસો ગત 24 કલાકમાં સામે આવ્યા છે.
તમામ રાજ્યનાં ગત 24 કલાકમાં મૃત્યુઆંકની વાત કરીએ તો, તમિલનાડુમાં 68 લોકોનું મોત નિપજ્યુ છે. દિલ્હીમાં 41નાં મોત, કર્ણાટકામાં 86 મોત, ગુજરાતમાં 10નાં મોત, યુપીમાં 29નાં મોત, તેલંગાનામાં 11નાં મોત, આંધ્રપ્રદેશમાં 44નાં મોત, પશ્રિમ બંગાલમાં 20નાં મોત, હરિયાણામાં 7નાં મોત, બિહારમાં 6નાં મોત, મધ્યપ્રદેશમાં 9નાં મોત, આસામમાં 6નાં મોત, ઓડિસામાં 3નાં મોત, જમ્મુ-કશ્મીરમાં 11નાં મોત, કેરેલામાં 1નાં મોત, પંજાબમાં 8નાં મોત, ઝારખંડમાં 2નાં મોત અને રાજસ્થાનમાં 5નાં મોત થયા છે.