બાળકોને બનાવીને ખવડાવો આ ગાર્લિક ચીઝ ટોસ્ટ, પિઝાનું નામ પણ ભૂલી જશે
અવારનવાર ઘરોમાં બાળકો બહારનું જંક ફૂડ ખાવાની જીદ કરતા હોય છે, પરંતુ દરરોજ બહારનું ખાવાથી તેમની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. જો તમારા બાળકો પણ વારંવાર પિઝાની ડિમાન્ડ કરતા હોય અથવા કંઈક સ્પાઈસી અને ક્રંચી ખાવાના શોખીન હોય, તો અમે તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ લાવ્યા છીએ. આ વાનગી સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ દેખાવમાં પણ બિલકુલ પિઝા જેવી લાગે છે. તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો.
ગાર્લિક ચીઝ ટોસ્ટ બનાવવા માટેની જરૂરી સામગ્રી
આ ડ્રિશ બનાવવા માટે તમારે રસોડામાં હાજર નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે
- બ્રેડ: 4 સ્લાઈસ
- લસણ: 5 કળીઓ (ઝીણી સમારેલી અથવા છીણેલી)
- ચીઝ: 1 કપ (પ્રોસેસ્ડ અથવા મોઝરેલા ચીઝ છીણેલું)
- મખ્ખણ (બટર): 2 ટેબલસ્પૂન
- મસાલા: અડધી ચમચી ચિલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું
- ગાર્નિશ માટે: ઝીણી સમારેલી લીલી કોથમીર
ગાર્લિક ચીઝ ટોસ્ટ બનાવવાની રીત
સ્ટેપ-બાય-સ્ટેપ આ રીતે ફોલો કરીને તૈયાર કરો ગરમાગરમ ટોસ્ટ:
1. ગાર્લિક બટર તૈયાર કરો: સૌથી પહેલા એક વાટકીમાં બે ચમચી માખણ લો. તેમાં ઝીણી સમારેલી લસણની કળીઓ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ચિલી ફ્લેક્સ અને અડધી ચમચી ઓરેગાનો નાખીને બધું બરાબર મિક્સ કરી લો. આ તમારું સ્પેશિયલ ગાર્લિક બટર તૈયાર છે.
2. બ્રેડ પર પેસ્ટ લગાવો: હવે બ્રેડની સ્લાઈસ લો અને તેના પર તૈયાર કરેલું ગાર્લિક બટર એકસરખું ફેલાવી દો. ત્યારબાદ તેના પર છીણેલું ચીઝ ભરપૂર માત્રામાં પાથરો. ઉપરથી થોડી લીલી કોથમીર ભભરાવો જેથી તે દેખાવમાં આકર્ષક લાગે.
3. ટોસ્ટને શેકવાની રીત: એક નોન-સ્ટિક તવાને ધીમી આંચ પર ગરમ કરો. હવે તૈયાર કરેલી બ્રેડની સ્લાઈસને તવા પર સાવચેતીથી મૂકો. ધ્યાન રાખો કે ચીઝ વાળો ભાગ ઉપરની તરફ રહે. હવે તવાને એક ઢાંકણથી ઢાંકી દો જેથી અંદરની વરાળથી ચીઝ બરાબર ઓગળી જાય.
4. સર્વિંગ: ધીમી આંચ પર બ્રેડ નીચેથી કુરૂકુરી (ક્રિસ્પી) થાય અને ચીઝ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી તેને પકાવો. જ્યારે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો.

