ભગવાન શ્રી રામ ની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના ભૂમી પૂજન નો આખરે એ દિવસ આવી પહોંચ્યો છે અને આગામી 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. શ્રી રામ મંદિરનું ભૂમિ પૂજન અને પાયાનો પહેલો પથ્થર આ દિવસે રાખવામાં આવનાર છે. વિશ્વ હિન્દુ પરિષદે તૈયાર કરેલા રામ મંદિરના મોડેલમાં 60 ટકા ફેરફાર બાદ હવે મંદિર વધારે ભવ્ય હશે. મંદિર ટ્રસ્ટ આ યોજના પર કામ કરી રહ્યુંછે કે મંદિરનુંપ્રાંગણ 108થી 120 એકરમાં હોય. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. સવારે 11 વાગ્યાથી 3.30 વાગ્યા વચ્ચે PM મોદી મંદિરનો શિલાન્યાસ કરશે. ભૂમિપૂજન માટે પંડિત પણ પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર કાશીથી જ આવશે. ત્રણથી સાડા ત્રણ વર્ષમાં આ મંદિર તૈયાર કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ તેમા સરકાર પાસેથી પૈસા નહીં લે. જે દાન અગાઉ આવ્યુ છે તેનો ઉપયોગ કરવામાં આવશે.
અને ભાવિકો પાસેથી વધુ 10 કરોડ જેટલા મળનારા દાન થી મંદિર નું નિર્માણકાર્ય થશે.
વર્ષો બાદ મંદિર બનવાનો માર્ગ મોકળો બનતા હવે અયોધ્યા નગરી માં ભવ્ય રામ મંદિર બની શકશે.
