કોરોના એ ભારત ની હાલત ખરાબ કરી નાખી છે અને કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો 10 લાખ ને પાર કરી સતત આગેકૂચ કરી રહયો છે ત્યારે હવે આજથી રાહત ના સમાચાર આવી રહ્યા છે અને તે છે કોરોના ની વેકશીન ની આજથી ટ્રાયલ કરવામાં આવનાર છે.
દિલ્હી સ્થિત એઈમ્સમાં આજે સોમવારથી કોરોનાના ઈલાજ માટે તૈયાર કોવેક્સીનનું માનવ પરિક્ષણ શરૂ થશે. એઈમ્સની એથિક્સ કમિટીએ આ માટે મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનનું માનવ પર પહેલા અને બીજા તબક્કામાં ટ્રાયલ કરવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી દિલ્હીની એઈમ્સ સહિત 12 સંસ્થાને પસંદ કરવામાં આવી છે. આ વેક્સીનનો ટ્રાયલ 375 લોકો પર કરવામાં આવશે, જેમાં 100થી વધારે વોલેન્ટીયર્સ પર એઈમ્સમાં ટ્રાયલ થશે.આમ અત્યારસુધી કોરોના ની કોઈજ દવા ન હતી પરંતુ આ વેકશીન માત્ર કોરોના માટે તૈયાર કરવામાં આવી છે જો સફળ રહી તો આખા દેશ માં કોરોના ની સારવાર માં આ વેકશીન નો ઉપયોગ થશે અને કોરોના ઉપર ઝડપ થી નિયંત્રણ આવવાની આશા બંધાઈ છે.
