આજે સોમવતી અમાસ અને માં દશામાં વ્રત નો પ્રારંભ થતો હોવાથી ઠેરઠેર ભાવિકો માં અનેરો ઉત્સાહ છે અને માં દશામાં ના સ્થાપન સહિત સોમવતી અમાસ નિમિત્તે નદી અને દરિયા કિનારે મોટી સંખ્યા માં ભાવિકો ઉમટ્યા હતા જોકે, આ વર્ષે કોરોના ની સ્થિતિ હોવાથી મર્યાદિત લોકો નદી અને દરિયા કિનારે આવી શકયા હતા કારણ કે જાહેર સ્થળો એ પ્રતિબંધ હોઈ ઓછા ભાવિકો એ પૂજા નો લાભ લીધો હતો, ત્યારે અમદાવાદના શાહીબાગ રેલવે બ્રિજ તરફના રીવરફ્રન્ટ પર પણ મહિલાઓ એ પૂજા કરી હતી. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો એકત્ર થયા હતા અને નદીમાં પણ સ્નાન પણ કર્યું હતું.
ધાર્મિક પરંપરા મુજબ પૂજાપાઠ પિતૃ ઓ નું સ્મરણ વગરે પિતૃત્વ વિધિ પણ થતી હોય છે અને આજના દિવસ નું ધાર્મિક રીતે અનેરું મહત્વ રહેલું છે. આજે માં દશામાં વ્રત નો પ્રારંભ થયો છે અને 10 દિવસ સુધી માતાજી ની પૂજા કરવામાં આવે છે
