ગુજરાત સરકારે હેલ્મેટ અભિયાન ચાલુ કરી તોતિંગ દંડ વસુલવાનું ચાલુ કરતા લોકો ને હવે હેલ્મેટ પહેરવાની આદત પડી ગઈ છે જોકે હેલ્મેટ થી ફાયદો પણ થઈ રહ્યા ના કિસ્સા સામે આવ્યા છે આ હેલ્મેટ થી અકસ્માત થી તો બચી શકાય છે પણ કોઈ હુમલાખોર અચાનક હુમલો કરે તો ઘાતક હથિયાર થી માથું બચી જતા જીવ પણ બચી જાય છે, વલસાડ ના અતુલ માં આવોજ એક બનાવ સામે આવ્યો છે જેમાં અતુલ કંપની ના મેનેજર ઉપર અચાનક જ હુમલો થાય છે પણ માથા ઉપર હેલ્મેટ હોવાથી હેલ્મેટ માં કાણું પડી ગયું પણ મેનેજર નો જીવ બચી ગયો હતો.
વિગતો મુજબ અતુલ કંપનીમાં મેનેજર જયેશ દશરથભાઈ પટેલ, ઉ.વ.45, આજે સોમવારે ફરજ બજાવી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન કંપની બહારના ગેટ પાસે ઉભેલા ઈસમો એ જયેશને બાઇકને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જયેશે બાઈક ઉભી રાખતા 3 ઈસમો તેના ઉપર તૂટી પડ્યા હતા અને લાકડાના ફટકા મારવા લાગ્યા હતા. જયેશે હેલ્મેટ પહેરેલી હતી જેથી હેલ્મેટ ઉપર કાણું પડી ગયું હતું પણ માથા માં ઇજા થવાથી બચાવ થયો હતો જોકે હુમલો થતાંજ ગેટ ઉપર ઉભેલા વૉચમૅનો દોડી આવતા હુમલા ખોરો ભાગી ગયા હતા અને હેલ્મેટ ના કારણે મેનેજર જયેશ નો જીવ બચી ગયો હતો, આ હુમલા પાછળ ના કારણ માં એવી વિગત બહાર આવી હતી કે 6 માસ પહેલા કંપનીના વોચમેન સાથે મેહુલ પટેલનો ઝઘડો થયો હતો. જેથી મેહુલને નોકરીમાંથી છૂટો કરવામાં આવતા તેનો વહેમ રાખીને મેનેજર જયેશ ઉપર હુમલો થયો હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે.
આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
