ગુજરાત ના રાજકારણ માં ભાજપ દ્વારા સુરત ના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના નામ ની જાહેરાત સાથે જ ભારે ચર્ચાઓ ઉઠી છે અને મરાઠા જ્ઞાતિના અને સૂરતમાં સ્થાયી થયેલાં આ નેતા ભાજપ માં જાણીતું નામ છે જોકે, હાઇ કમાન્ડ નો આ નિર્ણય રાજ્યના રાજકારણમાંથી જ્ઞાતિવાદ, પ્રદેશવાદનો અંત લાવવાના આશયથી લેવાયો હોય એવી ચર્ચાઓ વચ્ચે એવું પણ કહેવાય છે કે આ પ્રયાસથી ખાસ કરીને યુવા પાટીદારો હાર્દિક પટેલ તરફ વળે છે કે કોઈ બીજો વિકલ્પ પસંદ કરી શકે છે તે તો આગામી સમય બતાવશે.
એક તરફ હાર્દિક અને બીજી તરફ સીઆર પાટીલ વચ્ચે સરખામણી થઈ રહી છે પણ કોંગ્રેસ માં કોઈ કદાવર નેતા નહિ હોવાથી અને પાટીદાર અનામત આંદોલન માં પણ વગોવાઈ ગયેલા હાર્દિક નું કેટલું વજન છે તે સૌ કોઈ જાણે છે.
અનામત આંદોલન વગરે માં ગઇ વિધાનસભા ચૂંટણીમાં માંડ માંડ જીતેલાં ભાજપે જ્ઞાતિવાદ વકર્યો હોવા છતાં ત્રણ વર્ષના ટૂંકાગાળામાં પોતાના પક્ષનું અધ્યક્ષ પદ એવી વ્યક્તિને સોંપ્યું છે જે ગુજરાતની કુલ વસ્તીના માંડ એક ટકા જેટલું પ્રમાણ ધરાવતાં વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
અહીં ખાસ નોંધનીય બાબત તો એ છેકે ગુજરાતના રાજકારણમાં અત્યારસુધી સૌરાષ્ટ્ર એપી સેન્ટર ગણાતું આવ્યુ છે અને બન્ને પક્ષો અહીં ખાસ ધ્યાન આપે છે તેવે સમયે ભાજપે દક્ષિણ ગુજરાતના આ નેતાને પ્રમુખ બનાવી રાજનીતિ માં સૌરાષ્ટ્ર ની પરંપરા તોડી નાખી દાવ ખેલ્યો છે.
જોકે, બીજી તરફ જોવા જઈએ તો ભાજપમાં સંગઠનના હોદ્દા માટે જ્ઞાતિ પહેલેથી જ મહત્ત્વની રહી નથી
વસ્તીવાર ઓછું પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિમાંથી આવતાં પ્રદેશ પ્રમુખ તરીકે અગાઉ મકરંદ દેસાઇ, કાશીરામ રાણા કે વજુભાઇ વાળા તેનું ઉદાહરણરૂપ છે. પરંતુ ઘણાં સમયથી ગુજરાત ના રાજકારણ માં મહત્વ નું સ્થાન ધરાવતા સૌરાષ્ટ્ર ને બદલે હવે દક્ષિણ ગુજરાત ને જે મહત્વ અપાયું તે બદલાવ નોંધપાત્ર ગણાય રહ્યો છે. કાશીરામ રાણા બાદ હવે બીજા નેતા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ જેવા સંગઠનના મોટા હોદ્દા પર આવ્યા છે ત્યારે આગામી સમયમાં તેની અસરો દેખાશે તે નક્કી છે કારણ કે રાજકારણ માં આવનાર તમામ માત્ર પોતાનું વિચારી આગળ વધતા હોય છે ત્યારે કોઈ ને મનદુઃખ ન થાય તે રીતે હેન્ડલ કરવામાં સીઆર પાટીલ ની કસોટી થશે તે નક્કી છે.
