દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપ વચ્ચે તેનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વના છએ. તેમાં પણ N-95 માસ્ક લગાવવાની બહુ સલાહ અપાતી હતી. પરંતુ તે ફેલ ગયું હોવાનું કોન્દ્ર તરફથી કહેવાઇ રહ્યું છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય સેવાના જનરલ ડાયરેક્ટર ડો. રાજીવ ગર્ગે “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું છે કે “વાલ્વ N-95 માસ્કનો ઉપયોગ કોરોનાને પ્રસરતો અટકાવવામાં નિષ્ફળ રહ્યો છે. કારણ કે આ વાયરસને માસ્કની બહાર નીકળવાથી રોકી શકતું નથી. વાલ્વ લાગેલ આ માસ્ક મોંઘા હોવા છતાં લોકો મોટા પાયે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. N-95 વાલ્વ માસ્કથી સંક્રમણની આશંકા રહે છે. તેનાંથી સારા ત્રિપલ લેયર માસ્ક છે. અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ વાલ્વવાળા માસ્ક કરતાં ત્રિપલ લેયર માસ્ક સારા હોવાનું જણાવ્યું હતું. આ અંગે સંગઠને માર્ગદર્શિકા પણ આપી હતી.”