શું વૈભવ સૂર્યવંશી બીજા સીઝનમાં પણ ચમકશે? દિગ્ગજ ક્રિકેટરે આપ્યો રણનીતિ બદલવાનો સંકેત

2 Min Read

‘ગત સીઝન જેવું સરળ નહીં હોય IPL 2026’, દિગ્ગજ ખેલાડીએ વૈભવ સૂર્યવંશીને કરી આગાહ

ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશીની પ્રતિભા વિશે કોઈ શંકા નથી, પરંતુ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીનું માનવું છે કે આ યુવા બેટ્સમેન માટે આગામી આઈપીએલ સીઝન ગત વર્ષ જેટલી સરળ રહેવાની નથી. બાલાજીએ વૈભવની ક્ષમતાના વખાણ કરવાની સાથે સાથે તેની સામે આવનારા પડકારો વિશે પણ વિગતવાર વાત કરી છે.

vaibav.jpg

- Advertisement -

બીજું વર્ષ હંમેશા પડકારજનક હોય છે: બાલાજી

એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર વાત કરતા લક્ષ્મીપતિ બાલાજીએ જણાવ્યું હતું કે, “આપણે ગત સીઝનમાં જોયું છે કે વૈભવ સૂર્યવંશીમાં કેવા પ્રકારનું ટેલેન્ટ છે. તેણે ગુજરાત ટાઇટન્સ જેવા મજબૂત બોલિંગ એટેક સામે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ કોઈપણ ખેલાડી માટે બીજું વર્ષ હંમેશા એક અલગ પ્રકારનો પડકાર લઈને આવે છે.” બાલાજીના મતે, જ્યારે કોઈ ખેલાડી પ્રથમવાર ચમકે છે ત્યારે વિરોધી ટીમો પાસે તેના વિશે વધુ માહિતી હોતી નથી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

IPL 2025 માં વૈભવનો ધમાકો

માત્ર 14 વર્ષની ઉંમરે આઈપીએલ રમીને ઈતિહાસ રચનાર વૈભવ સૂર્યવંશીએ ગત સીઝનમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને આઈપીએલના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી અને સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ મેળવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ માટે 7 મેચોમાં તેણે 36.00 ની સરેરાશ અને 206.55 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 252 રન બનાવ્યા હતા.

- Advertisement -

vai.jpg

નવી સીઝનના પડકારો અને સંગાકારાની ભૂમિકા

બાલાજીનું માનવું છે કે આ વખતે વિરોધી ટીમો વૈભવની નબળાઈઓ પર હોમવર્ક કરીને મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું, “અહીં જ કુમાર સંગાકારાની મેન્ટરશિપ મહત્વની સાબિત થશે. વિરોધી ટીમો ચોક્કસપણે તેની નબળાઈઓ પર કામ કરશે. એક યુવા ખેલાડી તરીકે પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવું એ વૈભવ માટે મોટી તક અને પડકાર બંને છે.” અંડર-19 ફાઈનલમાં 175 રન બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરનાર વૈભવ આ સીઝનમાં કેવી રીતે બેટિંગ કરે છે તેના પર સૌની નજર રહેશે.

- Advertisement -
TAGGED:
Share This Article