ભાજપ માં સીઆર પાટીલ ના પ્રમુખ પદ સામે છૂપો વિરોધ બહાર આવી રહ્યો હોય તેમ નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનેલા સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર સુરત માં આવી રહ્યા છે ત્યારે તેઓ નું સ્વાગત કરવા ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા બાદ રાત્રી દરમિયાન આ બેનર માં દર્શાવવામાં આવેલ માત્ર નિતીન પટેલ ને છોડીને બાકીના તમામ વડાપ્રધાન, મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી ચોપડી દઈ વિરોધ કરતા સુરત માં ભારે ચકચાર મચી ગઇ છે.
વરાછા વિસ્તારમાં આવેલ
યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં પણ કેવી રીતે બેનર લાગ્યા તે પણ તપાસ નો વિષય છે અને કહેવાય છે સ્થાનિક દ્વારા સહી લગાડી વિરોધ થતા ભારે ચકચાર ફેંલાઇ છે. આજે શુક્રવારે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રેલી પૂર્વે પણ વિરોધના સુર ઉઠ્યા છે. કાપોદ્રા ફૂટ ઓવર બ્રિજ પર લાગેલા બેનરમાં તમામ નેતાઓના મોઢા પર પણ શાહી લગાડવામાં આવી છે. જ્યારે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરાના કોરો રાખવામાં આવ્યો છે. આ સાથે કાવતરાખોર સામે કડક પગલાં ભરવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વરાછા વિસ્તારના 15-20 જેટલા બેનરો પણ સહી લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે અત્રે નોંધનીય છે કે અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન જાહેરનામા નો ભંગ ગણાતો હતો જયારે સુરત માં સીઆર પાટીલ ની કાર રેલી નીકળવાની છે ત્યારે ભંગ ગણાતો નથી આ મુદ્દે પણ ભારે વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સુરત માં આ પ્રકરણ ભારે વિવાદી બન્યું છે.
