અયોધ્યામાં બની રહેલા વિશાળ ભગવાન શ્રી રામ મંદિર ના નિર્માણ માં વાપરવા દેશભરમાંથી લોકમાતાઓ ના પવિત્ર જળ અને મંદિરો ની માટી એકત્ર કરાઈ રહી છે ત્યારે અયોધ્યામાં માં ભગવાન શ્રી રામ જન્મ ભુમિ પર ઓગસ્ટમાં ભવ્ય રામ મંદિર નિર્માણ ના ભૂમિ પૂજન કાર્ય શરૂ થશે. જે પૂર્વે આ ઐતિહાસિક પલ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ જિલ્લામાંથી પ્રાચીન મંદિરો અને નદીના પવિત્ર જળ અને માટી ભેગી કરવામાં આવી રહી છે. જેને રામ મંદિરના ભુમિપૂજન માટે ભેગી કરવામાં આવી હતી,જેમાં ધરમપુરના બરૂમાળ મહાદેવ મંદિર, પારનેરા ડુંગર ચંડી ચામુંડા માતાજી, મહાકાળી માતાજીની ભુમિની માટી અને કિલ્લા પારડીના સ્વાધ્યાય મંડળ વૈદિક અનુસંધાન કેન્દ્ર પંડિત સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયની માટી અને અગ્નિ કુંડની ભભૂતી અને પારનદીના જળ મોકલવામાં આવ્યા હતાં.
