અમદાવાદમાં એક 24 વર્ષની પરણીતા માટે કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે જ પરિણીતા ને બેભાન કરી પોતાની હવસ નો શિકાર બનાવ્યા બાદ વિડીયો અને ફોટા પાડી વારંવાર બળાત્કાર કરતા થાકેલી પરણીતા એ પોલીસ નું શરણું લેતા આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.
પ્રભાત ડોક્ટર નામનો વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે. અને તેની પાસે 24 વર્ષની એક યુવાન પરિણીતા આવી હતી જે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હોવાથી આ વકીલ નો સંપર્ક કર્યો હતો અને તેની મારફતે કેસ કોર્ટ માં પહોંચ્યો હતો યુવતી આક્ષેપ મુજબ
બળાત્કાર અને યૌન શોષણની શરૂઆત 2019ના જૂન મહિના માં હતી. પ્રથમ વખત આરોપી વકીલ મહિલાને કોર્ટ કેસના જરૂરી ના દસ્તાવેજ લેવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં પ્રસાદી રૂપે પેંડો ખવડાવી યુવતી ને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો અને વિડીયો તેમજ ફોટા પાડી ને પરણીતા ને સતત બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ વારંવાર પોતાની હવસ સંતોષતો હતો આખરે હવસખોર વકીલ થી કંટાળી ને ભોગ બનનાર યુવતી એ રાણીપ પોલીસ મથકે વકીલ વિરુદ્ધ ફરિયાદ આપતા
રાણીપ પોલીસે આ વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરી છે. જોકે આરોપી વકીલનો કોરોના ટેસ્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કાનુની કાર્યવાહી કરવામા આવશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું.
