કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશની ઇકોનોમીને મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે તેની સૌથી મોટી અસર બેંકીંગ સેક્ટર ઉપર દેખાઈ રહી છે. જેનાથી અલગ અલગ સેકટર્સ પ્રભાવિત થયા છે. દેશના બેંકિંગ સેક્ટરને પણ મોટો ઝટકો લાગવાની આશંકા છે.
રિઝર્વ બેંકના નવા અનુમાન મુજબ માર્ચ-2021 સુધી બેંકોની બેડલોન એટલે કે NPA 8.5 ટકાથી વધીને 12.5 ટકા થઇ શકે છે. RBIની ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ ગ્રોસ NPAમાં ઘણો વધારો થશે અને તે વધીને 14.7 ટકા સુધી જઇ શકે છે. જો માત્ર સરકારી બેંકની વાત કરીએ તો માર્ચ-2021 સુધી ગ્રોસ NPA 11.3 ટકાથી વધીને 15.2 ટકા થઇ શકે છે.
RBIએ બેંકિંગ સેક્ટરમાં કોઇ પણ પ્રકારના ખતરાની વાતને ફગાવી છે. આ સાથે જ રિઝર્વ બેંકએ કોરોનાની અસરને અભૂતપૂર્વ ગણાવી છે. ગત દિવસોમાં કેન્દ્ર સરકારે 21 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજનું એલાન કર્યું છે. જાણકારો પ્રમાણે આ પેકેજનો મોટા ભાગનો બોજો બેંકિંગ સિસ્ટમ પર પડવાનો છે