વલસાડ બોર્ડર થી ગુજરાત માં મોટાપાયે ઘુસાડવામાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને વલસાડ,નવસારી, સુરત પટ્ટી સુધી નાના બુટલેગરો ને પહોંચાડવા માં આવી રહયો છે ત્યારે આ બધા વચ્ચે કહેવાય છે કે કથિત દમણ ભીમપોરના માઇકલના ગોડાઉનથી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશતા જ ગાડી નો પીછો થતા વલસાડ નજીક વટારમાં ગાડી છોડી ભાગતી વખતે 50 ફુટ ઉંડા જણાતાં કુવામાં પડતા બન્ને યુવાનો એ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે વટારના માં ચાલતી લોકચર્ચા મુજબ બંનેની પાછળ દોડી રહેલી પોલીસ હતી કે કોણ તે અંગે ફોડ પાડી શક્યા ન હતા તેઓની ઓળખ સ્થાનિકો કરી શક્યા ન હતા. તો બીજી તરફ મૃતકો ભીમપોરના ગોડાઉનથી માલ ભરીને નીકળતી વખતે સૌથી પાછળ રહી ગયેલા આ બંને યુવકોની ગાડીને ટક્કર વાગતાં તેઓ પરત દમણ તરફ ભાગ્યા હતા અને અન્ય ગાડીઓ પૂરઝડપે આગળ નીકળી ગઇ હતી. રસ્તામાં ગાડી બંધ થઇ જતા ભાગવા જતા અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હોવાનું મનાય છે.
આ પ્રકરણમાં કુલ 7 ગાડીઓ દમણથી દારૂ ભરી નીકળી હોવાની વ્યાપક ચર્ચા છે. વટાર ગામે ડુંગરીફળિયામાં મકાનના પાછળના ભાગે 50 ફુટ ઉંડા કુવામાંથી બે યુવકોની લાશ કાઢી તપાસ હાથ કરાતા મૃતકો માં પરેશ રમેશ પટેલ અને અકીલ ઉર્ફે અશરફ નુરમહંમદ પવાસ્કર તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ સારવાર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યુ નથી પરંતુ આ ઘટના તપાસ નો વિષય બની છે અને દારૂના કાળા કારોબાર માં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
