વલસાડ પંથક માં કોરોના સ્પ્રેડ થયો છે અને છેલ્લા 98 દિવસમાં જ કોરોના દર્દીઓનો કુલ આંકડો 580 સુધી પહોંચી જતા તંત્ર માં ચિંતા પ્રસરી ગઈ છે.અને અહીં કેલ્ક્યુલેશન મુજબ સરેરાશ 6 દર્દી નોંધાઇ રહ્યા છે ,શુક્રવારે 18 કેસ નોંધાયા બાદ શનિવારે તેનાથી વધીને 7 મહિલા સહિત 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં 20 એપ્રિલથી કોરોના એ એન્ટ્રી કર્યા બાદ આજ દિન સુધી તેમાં વધારો થતો રહ્યો છે.મેના અંત સુધી જિલ્લામાં 183 કેસ હતા,જે 25 જુલાઇ સુધીમાં 580 પર પહોંચી ગયા છે.જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા તંત્ર દ્વારા સર્વે,ધનવંતરી રથ દ્વારા તબીબી પરીક્ષણ,આયુર્વેદિક ઉકાળા,હોમિયોપેથી ટેબ્લેટનું વિતરણ વગેરે પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી શકાયું નથી.
