વલસાડ જિલ્લા માં બોગસ પત્રકારો નો રાફડો ફાટી નીકળવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે ઉમરગામમાં એક હિન્દી અખબાર ના પત્રકાર તરીકેની ઓળખ આપી એક ઇસમે ગાંધીવાડી સ્થિત ઓમ નામક હોસ્પિટલના મહિલા તબીબને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની હુલ આપી રૂ.પાંચ લાખની માંગ કરતા તબીબે પોલીસ ને જાણ કરી ફરિયાદ આપતાપોલીસે આ કહેવાતા પત્રકાર ને પકડી લીધા હતા અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દિવસ ઉગે ને ઉઘરાણુ કરવા નીકળી પડતા બોગસ પત્રકારો માં ફફડાટ ફેલાયો છે.
વિગતો મુજબ ઉમરગામ ના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ અંબે કોમ્પ્લેક્ષમાં ઓમ હોસ્પિટલમાં પહોંચેલા રાજકુમાર પાઠકે પોતે એક હિન્દી અખબાર ના પત્રકાર હોવાનીઓળખ આપી ને ગાંધીવાડીમાં ઓમ હોસ્પિટલના મહિલા તબીબને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની અને હોસ્પિટલને બદનામ કરવાની ધમકી સાથે રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. જોકે મહિલા તબીબે પૈસા આપવાનો ઈન્કાર કરતા અને આ અંગે પોલીસ ને ઈંફોર્મ કરી ફરિયાદ આપતા ઉમરગામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.કે. દેસાઇએ તપાસ હાથ ધરી કથિત પત્રકાર રાજકુમાર પાઠકની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે ત્યારે ઉમરગામ માં કથિત પત્રકાર પકડાયા બાદ સ્થાનિક સ્તરે કામ કરતા કાયદેસર ના પત્રકારો ની છબી બગડતા તેઓ માં પણ બોગસ પત્રકારો સામે રોષ ફેલાયો છે અને વાહનો ઉપર પ્રેસ લખી ફરનારા લેભાગુ પત્રકારો જેમાં ખાસ કરીને અન અધિકૃત વેબ ચેનલના પત્રકાર બની રોફ જમાવતા તત્વોને ડામવા પોલીસ કડક બની કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.
આ અંગે ઉમરગામના પત્રકારો જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત પણ કરનાર છે.
