આજકાલ પોલીસ બે નંબર ના પૈસા લઈ ધંધા ચાલવા દેતા હોવાની ઉઠેલી બુમો વચ્ચે અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી. વાળા અને તેમના ઉપવહીવટદાર હોમગાર્ડ વિજય હીરાલાલ અને વહીવટદારની રહેમનજર હેઠળ નરોડા રોડ અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અને નાસ્તાની દુકાન 24 કલાક ચાલતી હોવાના આક્ષેપ કરતા બોર્ડ શહેરકોટડા વિસ્તાર, નરોડા રોડ અને ઝોન 3 ઓફિસની બહાર લાગતા લોકો માં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય સામ્યવાદી પ્રજા ના સહમંત્રી દિનેશ ચૌહાણના નામે લાગેલા બોર્ડમાં “જોર જુલમ કઈ ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હે”, “પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો” તેવા સ્લોગન સાથેના આ બોર્ડ લોકો માં ભારે કુતુહલ જગાવી રહ્યા છે.
વહીવટદારની રહેમનજર હેઠળ કરફ્યુનો ભંગ કરી 24 કલાક દુકાન ચાલતી હોવા મુદ્દે જાહેર માં આક્ષેપ થતા ભારે ચકચાર મચી ગઇ છે.
