ભારત સરકારે ચાઈના ની ટીકટોક,હલ્લો સહિત ની જાણીતી એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે પછીના સેકન્ડ રાઉન્ડ માં જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર રોક લગાવવામાં આવી શકે છે.વિગતો મુજબ 275 એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG નો પણ સમાવેશ થાય છે જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencent નો એક ભાગ છે. સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી આ 275 ચીની એપ્સ અથવા આમાંથી અમુક એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે જોકે, કોઈ ખામી નહીં મળે તો એપને ચાલુ રાખવામાં આવશે એમપણ સૂત્રો એ ઉમેર્યુ હતું વિગતો મુજબ સરકાર દ્વારા ચીની એપ્સ ઉપર સતત નજર રાખી તેનું મોનિટીરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે કે આને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે. સાથે સુરક્ષા માટે આ એપ્સ જોખમી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ છે. સાથે ચેક કરવામાં આવી રહ્યું છે કે આ એપ્સ ડેટા શેયરિંગ અને પ્રાઈવેસી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કે કેમ ? સરકાર સાઇબર સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા માટે જલદી નવા નિયમ લાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં લોકપ્રિય ગેમ પબજી પણ બંધ થવાના ચાન્સીસ રહેલી છે.આ બધા વચ્ચે જાણવા મળતા અહેવાલો મુજબ ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે આ અગાઉ ભારત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.
આ પ્રતિબંધિત એપ્સમાં મોટા ભાગે ક્લોનિંગવાળી એપ્સ શામેલ છે. એટલે કે આ એપ્સ થોડા સમય પહેલા બેન કરેલા એપ્સના ક્લોન તરીકે કામ કરી રહ્યા હતા. આ એપ્સ પર યુઝર્સના ડેટાને જોખમ ઉભું કરી શકે તેવો આરોપ છે આમ ચાઈના ઉપર ભારત દ્વારા વધુ આક્રમક પગલાં ભરવામાં આવ્યા છે.
