મારુતિ-હ્યુન્ડાઈની ઊંઘ હરામ કરનાર ₹5.59 લાખની આ કાર, હવે માર્કેટમાં નવા મોડલ ઉતારવાની તૈયારી
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા પંચ (Tata Punch) એક લોકપ્રિય નામ બની ગઈ છે. તેની સફળતાએ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી દિગ્ગજ કંપનીઓ માટે ચિંતા ઊભી કરી છે. આગામી સમયમાં માઇક્રો SUV સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તેજ બનવાની છે, કારણ કે હ્યુન્ડાઈ અને મારુતિ હવે ટાટા પંચને સીધી ટક્કર આપવા માટે પોતપોતાની નવી ગાડીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ટાટા પંચની અવિરત સફળતાનું રહસ્ય
ટાટા પંચને વર્ષ 2021 માં લોન્ચ કરવામાં આવી હતી અને અત્યારે તે ભારતની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે. તેની સફળતા પાછળના મુખ્ય કારણો તેની મજબૂત સેફ્ટી (5-સ્ટાર રેટિંગ), કોમ્પેક્ટ સાઈઝ, આકર્ષક ડિઝાઈન અને પરવડે તેવી કિંમત છે.
ફેબ્રુઆરી 2026 સુધીમાં, માત્ર 4 વર્ષના ગાળામાં ટાટા પંચે 7 લાખથી વધુ યુનિટ્સ વેચવાનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં પણ દર મહિને આશરે 18,000 થી વધુ યુનિટ્સ વેચાઈ રહ્યા છે. વર્ષ 2024 માં તે ભારતનું સૌથી વધુ વેચાતું પેસેન્જર વાહન રહ્યું હતું. આ કારની લોકપ્રિયતાનું બીજું મોટું કારણ એ છે કે તે પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક (EV) એમ ત્રણેય વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
હ્યુન્ડાઈ લાવી રહી છે પંચ EV નો શિકારી
ટાટા પંચ EV ના વધતા વર્ચસ્વને ખતમ કરવા માટે હ્યુન્ડાઈ ભારત માટે ખાસ એક નવી ઇલેક્ટ્રિક સબકોમ્પેક્ટ SUV તૈયાર કરી રહી છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી આ કારની ડિઝાઈન બોક્સી અને પ્રીમિયમ હશે.
- ફીચર્સ: તેમાં પિક્સેલ ડિઝાઈનવાળી LED DRLs, ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને બ્લેક રૂફ રેલ્સ જોવા મળશે.
- ટેકનોલોજી: આ કારમાં ડિજિટલ કોકપિટ, મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવા આધુનિક ફીચર્સ હશે. આ મોડલ ખાસ કરીને ભારતીય રસ્તાઓ અને ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકીનો માસ્ટર પ્લાન: નવું માઇક્રો SUV મોડલ
મારુતિ સુઝુકી પણ આ સેગમેન્ટમાં પાછળ રહેવા માંગતી નથી. કંપની ‘Y43’ કોડનેમ ધરાવતી એક નવી માઇક્રો SUV પર કામ કરી રહી છે. મારુતિની આ કારમાં ગ્રાહકોને અનેક પાવરટ્રેન વિકલ્પો મળશે:
- એન્જિન ઓપ્શન: તેમાં પેટ્રોલ માઈલ્ડ હાઈબ્રિડ, ઇલેક્ટ્રિક અને CNG વર્ઝન હોઈ શકે છે.
- હાઈબ્રિડ ટેકનોલોજી: એવી ચર્ચા છે કે મારુતિ આ કારમાં પોતાની સ્ટ્રોન્ગ હાઈબ્રિડ સિસ્ટમ આપી શકે છે, જે 2027 માં આવનારી નવી ‘ફ્રોન્ક્સ’ (Fronx) સાથે રજૂ કરવામાં આવશે. આનાથી કારની માઈલેજમાં જબરદસ્ત વધારો થશે.

