રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીનું 95 વર્ષની વયે સોમવારે બપોરે અમદાવાદમાં મોત નિપજ્યું થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રમણીકભાઇ અંબાણીની પત્નીનું 2001માં મૃત્યું થયું હતું. તેમના બાળકોમાં નીતા, મીના, ઇલા અને વિમલ અંબાણી, પાંચ પૌત્રો અને બે પૌત્રો છે. ઇલાએ ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ સાથે લગ્ન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે. સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈની પુત્રી ઈલા સાથે થયા છે.