વલસાડ માં સવાર થી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ શહેર ના છીપવાડ વિસ્તારમાં આવેલા દાણા બજાર સહિત એમ જી રોડ, નાની ખત્રીવાડ વિસ્તારમાં માં પણ પાણી ભરાયા હતા જોકે શરૂઆત ના તબક્કામાં સવારે પાણી નો ભરાવો થયેલો જણાયો હતો
આ સિવાય ના જાહેરમાર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા વલસાડ માં ચાલુ વરસાદે કેટલીક જગ્યા એ વીજ પોલ માં ધડાકા-ભડાકા થતા એમ જી રોડ સહિત શાક ભાજી માં માર્કેટ માં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સબંધીતો સ્થળ ઉપર દોડી ગયા હતા.
શહેર માં એક તરફ કોરોના ની મહામારી હોઈ આમેય મંદીનો માહોલ જોવા મળી રહયો હોય લોકોએ ઘર ની બહાર નીકળવાનું ટાળ્યું હતુ.
વલસાડ શહેર અને જિલ્લા માં વરસાદ ના આગમન થી ચોમાસુ જામ્યું હોય તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે.
