ગુજરાત માં હવે ભાજપ માં કોગ્રેસીઓ એ અડીંગો જમાવી દેતા તેઓની બહુમતી થઈ ગઈ છે અને મૂળ ભાજપીઓ ને ભલે આ નેતાઓ દીઠા ગમતા ન હોય પણ તેઓનું કાઈ ચાલે તેમ નથી અને તેનું તાજું ઉદાહરણ એ છે કે હવે પક્ષપલટુઓને જ ટિકીટ આપી રાજકીય પ્રોત્સાહન આપવાનું લગભગ નક્કી છે. અત્યંત વિશ્વસનીય સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મળી રહેલી વિગતો મુજબ જે હાલ માં ચર્ચા છે તેમાં મોરબીની બેઠક પર બ્રિજેશ મેરઝાને નક્કી છે એટલુંજ નહિબ્રિજેશ મેરઝાને તો મંત્રી પદ ના દાવેદાર હોવાનું ચર્ચામાં છે જયારે અમરેલીની બેઠક પર જે.વી.કાકડિયા , અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા,કરજણની બેઠક માટે અક્ષય પટેલ નક્કી છે, જયારે વલસાડ ના બહુ ચર્ચિત કપરાડા બેઠક પર જીતુ ચૌધરીની ટિકીટ લગભગ નક્કી જ છે, ડાંગ બેઠક ઉપર પણ મંગળ ગાવિતને ટિકિટ આપવામાં આવશે માત્ર લિંબડી અને ગઢડામાં ભાજપ તેના ઉમેદવારો ઉભા રાખશે તેમ મનાઈ રહ્યું છે.
જોકે, હજુ સુધી ગુજરાતની પેટાચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચે કોઇ નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ જે રીતે ભાજપે કમલમમાં પેટાચૂંટણી માટેની મીટીંગ નો દૌર જોવા મળી રહ્યો છે જોતાં પેટાચૂંટણી સમયસર યોજાય તેવા સંકેત છે અને કહેવાય છે કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે ઉલ્લેખનીય છેકે,રાજ્ય ચૂંટણી પંચે પણ પેટાચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દીધો છે. પક્ષપલટુઓ પેટાચૂંટણી લડશે અને ભાજપના કાર્યકરો તેમને જીતાડવા માટે દોડાદોડી કરતા નજરે પડી શકે છે. કમલમમાં સંગઠનના નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવી શકાય તે અંગે ચર્ચા કરવા મોડી સાંજે બેઠકોનો ધમધમાટ જામ્યો હતો. રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષ સાથે યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હોવાનું કહેવાય છે અને તે નામો આપને જણાવ્યા તે મુજબ પક્ષપલટુઓ ને ટિકિટ મળનાર હોવાનું જાણવા મળ્યું છે.
