ઉમરગામ માં ભારે ચર્ચાસ્પદ બનેલા તોડ પ્રકરણ ના આરોપી પત્રકાર નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉમરગામ ના ગાંધીવાડી ખાતે અંબે કોમ્પ્લેક્ષમાં ઓમહોસ્પિટલના મહિલા તબીબને રાજકુમાર પાઠક નામક ઈસમે પોતાની હિન્દી ન્યુઝ પેપરના પત્રકાર તરીકેની ઓળખ આપી ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.પાંચ લાખની ની માંગણી કરતા જાગૃત તબીબે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી જે સંધર્ભે ઉમરગામ પોલીસે ગુનો નોંધી ઇન્ચાર્જ પી.આઇ. વી.કે. દેસાઇએ તપાસ હાથ ધરી પત્રકાર રાજકુમાર પાઠકની ધરપકડ કરી આરોપીઓનો કોરોનો ટેસ્ટ કરવતા રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ આરોપી પત્રકાર ને તાત્કાલીક વાપીની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પત્રકાર રાજકુમાર પાઠકના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ને પણ હોમ કોરોન્ટાઇન કરવા તજવીજ શરૂ થઈ છે હાલ તો રાજકુમારના પરિવારને હોમ કોરોનટાઈન કરાયો હોવાની વિગતો જાણવા મળી છે.
