છેલ્લા કેટલાક સમય થી કહેવાતા સંતો ની સેક્સ લીલાઓ જે રીતે બહાર આવી રહી છે તે જોતા હવે લોકો નો વિશ્વાસ આવા સંતો ઉપર થી ધીરેધીરે ઉઠી રહ્યો છે અને લગભગ કોઈને પણ ગુરુ બનાવવા નું માંડી વાળ્યું છે આ બધા વચ્ચે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય ના કહેવાતા સંતે પોતાના જ ચેલા નું ધોતિયું ઉંચુ કરી કેટલીય વાર સેક્સ માણ્યું હોવાની વાત બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે, ખેડા- વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્ય એ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભારે ખળભળાટ મચાવ્યો છે.
કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો હાલ વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળની યુટ્યૂબ સાઈટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ વીડિયો મૂકીને ધનશ્યામ પ્રકાશ શાસ્ત્રીની સેક્સ લીલા જાહેર કરતાં ગુરુ શિષ્ય જેવા સબંધો ના ધજીયા ઉડ્યા છે અને ભક્તો મોઢામાં આંગળા નાખી ગયા છે.
વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્ય કર્યું છે, વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે. વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામી દેવ પક્ષના સ્વામી છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે.
વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હોવાની વાત જણાવાઇ છે અને વીડિયોમાં કંડારી વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાનો આક્ષેપ કરાયો છે.
જોકે આ બાબતે વડતાલમાં સત્સંગી પક્ષના રાકેશભાઈ પટેલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં.અરજી કરાઈ હોવાની વાત સામે આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાય માં હાલ ગુરુ એ ચેલા ની ઈજ્જત લૂંટી લેવા મુદ્દે ભારે ચર્ચા ઉછળી રહી છે ત્યારે વિડીયો બાદ પોલીસ શુ એક્શન લે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
