ભારતમાં કોરોના સંક્રમણના કેસ સાથો સાથ કોરોનાથી થનાર મોતનો આંકડો પણ વધતો જઇ રહ્યો છે. ભારતમાં અત્યારે કોરોના સંક્રમણના લીધે મૃતકોની સંખ્યા 35000ને પાર થઇ ગઇ છે. સારા સમાચાર એ છે કે સંક્રમણથી મુક્ત થનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો સંક્રમણમાંથી મુક્ત થઇ ચૂકયા છે.
કોરોનાના આંકડા પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટરના મતે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 15,84,384 કેસ સામે આવ્યા છે જેમાંથી 35003 લોકોના મોત થઇ ચૂકયા છે. આ સિવાય છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 779 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1021611 લોકો સંક્રમણમાંથી મુક્ત થઇ ડિસ્ચાર્જ થઇ ચૂકયા છે.