યસ બેંકે અનિલની મુંબઇ ઑફિસ કબજે કરી લીધી હતી. યસ બેંકે અનિલની કંપની પાસે 2,892 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. એક અંગ્રેજી વાણિજ્ય દૈનિકના રિપોર્ટ મુજબ અનિલની આ ઑફિસ 21 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલી છે. બેંકે આ પહેલાં પોતે આપેલા કર્જની ઉઘરાણી એક કરતાં વધુ વખત હતી એમ કહેવાય છે. SARFESI એક્ટની જોગવાઇ મુજબ બેંકેં આ પગલું લીધું હતું.
વાસ્તવમાં અનિલ અંબાણી ગ્રુપે યસ બેંક પાસેથી કુલ 12,000 કરોડ રૂપિયાનું કર્જ લીધું હતું. આ વર્ષના માર્ચમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કર્જ બાબત પૂછતાં અનિલે એવો દાવો કર્યો હતો કે યસ બેંકનું આ કર્જ સુરક્ષિત છે. અનિલે કહ્યું હતું કે જરૂર પડ્યે હું મારી પ્રોપર્ટીઝ વેચી નાખીને પણ આ કર્જ ચૂકવી આપીશ. કર્જના હપ્તા અનિયમિત ચૂકવવા બાબત બેંકે કરેલી પૂછપરછ દરમિયાન અનિલે એમ કહ્યું હોવાનું મનાય છે કે યસ બેંકના ભૂતપૂર્વ ડાયરેક્ટર રાણા કપૂર, રાણાનાં પત્ની કે પુત્રી ઉપરાંત રાણાના વહીવટ હેઠળની કોઇ કંપની સાથે મારે કશી લેવાદેવા નથી.