PSL 2026 નો ૨૬ માર્ચથી થશે ધમાકેદાર પ્રારંભ, બે નવી ટીમોના જોડાવાથી ટૂર્નામેન્ટમાં વધશે રોમાંચ

2 Min Read

PSL 2026: 26 માર્ચથી પાકિસ્તાન સુપર લીગનો પ્રારંભ, બે નવી ટીમોની એન્ટ્રી સાથે જામશે જંગ

પાકિસ્તાન સુપર લીગ (PSL) ની 11મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આગામી 26 માર્ચથી આ ટુર્નામેન્ટની શરૂઆત થવા જઈ રહી છે, જેનો પ્રથમ મુકાબલો લાહોર કલંદર્સ અને નવી ટીમ હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ વર્ષે PSL અનેક રીતે ખાસ રહેવાની છે, કારણ કે લીગના ઈતિહાસમાં પહેલીવાર 6 ને બદલે કુલ 8 ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે.

 pcl.jpg

- Advertisement -

બે નવી ટીમોનું આગમન અને બદલાયેલું ફોર્મેટ

PSL 2026 માં ‘હૈદરાબાદ કિંગ્સમેન’ અને ‘રાવલપિંડીઝ’ એમ બે નવી ટીમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. 26 માર્ચથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ 10 મે સુધી ચાલશે, જેમાં કુલ 44 મેચો રમાશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં જ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. કરાચીમાં 21 લીગ મેચો અને ક્વોલિફાયર મેચ રમાશે.

દિગ્ગજ ખેલાડીઓ અને ટીમોના કેપ્ટન

આ સીઝનમાં અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પોતાની પ્રતિભા બતાવતા જોવા મળશે. હૈદરાબાદ કિંગ્સમેનની કમાન ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન સંભાળશે, જ્યારે કરાચી કિંગ્સની કેપ્ટન્સી ડેવિડ વોર્નરના હાથમાં છે. પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ પેશાવર જાલ્મીનું અને મોહમ્મદ રિઝવાન રાવલપિંડીઝનું નેતૃત્વ કરશે. અન્ય ટીમોમાં શાહીન આફ્રિદી (લાહોર), શાદાબ ખાન (ઇસ્લામાબાદ), એશ્ટન ટર્નર (મુલ્તાન) અને સઉદ શકીલ (ક્વેટા) કેપ્ટન તરીકે જોવા મળશે.

- Advertisement -

pcl1.jpg

PSL 2026: તમામ ટીમોના મુખ્ય ખેલાડીઓ

  1. ઇસ્લામાબાદ યુનાઇટેડ: શાદાબ ખાન (કેપ્ટન), ડેવોન કોનવે, ઈમાદ વસીમ, ફહીમ અશરફ.
  2. કરાચી કિંગ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), મોઈન અલી, આદમ ઝમ્પા, હસન અલી.
  3. મુલ્તાન સુલ્તાન્સ: એશ્ટન ટર્નર (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, મોહમ્મદ નવાઝ, શાન મસૂદ.
  4. લાહોર કલંદર્સ: શાહીન આફ્રિદી (કેપ્ટન), ફખર ઝમાન, સિકંદર રઝા, હારિસ રઉફ.
  5. પેશાવર જાલ્મી: બાબર આઝમ (કેપ્ટન), ઈફ્તિખાર અહેમદ, જેમ્સ વિન્સ, આમિર જમાલ.
  6. ક્વેટા ગ્લેડીયેટર્સ: સઉદ શકીલ (કેપ્ટન), રિલે રુસો, ટોમ કરન, અબરાર અહેમદ.
  7. હૈદરાબાદ કિંગ્સમેન: માર્નસ લાબુશેન (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, સેમ અયુબ, ઉસ્માન ખાન.
  8. રાવલપિંડીઝ: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), નસીમ શાહ, ડેરીલ મિશેલ, મોહમ્મદ આમિર.
TAGGED:
Share This Article