દેશમાં કોરોના મહામારી (Corona Epidemic) એ જેવી રીતે પગ પસાર્યો છે તેનો ભોગ નાગરિકો સાથે સેલેબ્રિટીઓ, ખેલાડીઓ અને રાજનેતાઓ પણ બન્યા છે. દેશમાં આજે સતત ચોથા દિવસે 60 હજારથી વધુ કેસો નોંધાય છે પરંતુ તેના સાથે સૌથી સારા સમાચાર એ છે કે દેશમાં ગત 24 કલાકમાં નોંધાયેલા 62064 કેસો (Corona Cases)ની સરખામણીમાં 54859 જેટલાં દર્દીઓ રિકવર (Patients recover) પણ થયા છે. દેશમાં નોંધાયેલા 60 હજાર કેસોનાં લીધે અત્યાર સુધી દેશમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 22 લાખને વટાવી ચૂક્યો છે. દેશમાં સર્વાધિક એક દિવસમાં 1007 મોત (1007 deaths in one day at most) નોંધાયા છે જેની સાથે કુલ મોતનો આંકડો 44386 થઈ ચૂક્યો છે.
દેશમાં કુલ 15 લાખ 35 હજાર 743 દર્દીઓ રિકવર (Patients recover) થયા છે જ્યારે હાલ દેશમાં કુલ 6 લાખ 34 હજાર 945 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધી કુલ 2 કરોડ 45 લાખ 83 હજાર 558 કોરોના ટેસ્ટ (Corona test) થયા છે જ્યારે ગત રોજ 4 લાખ 50 હજારથી વધુ ટેસ્ટ થયા હતાં. દેશમાં કુલ રિકવરી રેટ 69.3 છે જ્યારે મોતનો રેશિયો 2 ટકા છે.