કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર પ્રથમ બેઠક યોજશે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજે સાંજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાનાર આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન, રાજ્ય શિક્ષણ મંત્રી, કૃષિપ્રધાન, મહેસુલપ્રધાન હાજરી આપશે. તો સાથે જ શિક્ષણ સચિવ સાથે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતમાં તેને કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિ અંગે પ્રથમવાર સમીક્ષા બેઠક કરશે.
