રાહુલ ગાંધી એ પીએમ મોદી ને નિશાન બનાવી રોજગારી સહિત કોરોના માં અર્થવ્યવસ્થા મામલે નિષ્ફળ ગણાવ્યા હતા. કોરોના વાયરસે વિશ્વ સહિત ભારત ની અર્થવ્યવસ્થા ખોરવી નાખી છે તેવા સમયે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિએ કહ્યુ કે આ વખતે દેશ માં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો GDPમાં જોવા મળી શકે છે આ નિવેદન બાદ તેને બેઝ બનાવી કોંગ્રેસનાના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન ટાંકીને જણાવ્યું કે ‘મોદી હે તો મુમકીન હે’ ! કોરોનાના સંકટ પહેલાથી જ ભારતના GDPમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ લોકડાઉનના પગલે તેમાં વધારો થયો. વિશ્વની કેટલીક એજન્સીઓ દ્વારા ભારતના GDPમાં 9 ટકા સુધીના ઘટાડા અંગે શક્યતા વ્યક્ત કરી ચુકી છે.
આ વચ્ચે ઇન્ફોસિસિના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ એ ભારતના GDPને લઇને કહ્યું કે અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવી જોઇએ. આ વખતે GDPમાં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત કોરોના સંકટ અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર સરકાર ને નિશાન બનાવી રહ્યા છે, હાલમાં જ યૂથ કોંગ્રેસ તરફથી રોજગાર બે કેમ્પેઇન ચલાવામાં આવ્યું હતું.
જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દરમિયાન કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ લોકો ને નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં 14 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આ બધા માટે મોદી સરકારની ખોટી નીતિઓ જવાબદાર હોવાની તેઓએ વાત કરી હતી આમ રાજકારણ માં આ મુદ્દો છવાયલો જોવા મળ્યો હતો.
