રાજકારણ માં કોઈ કોઈનું નથી અને લાલો લાભ વગર લોટે નહિ તેમ જ્યાં લાભ દેખાય ત્યાં ઘુસી જવાનું અને પાટલી બદલી નાખવાનું કામ નેતાઓ નું છે અહીં વીર શહીદો એ ભારત ની આઝાદી માટે આપેલા બલિદાનો અને જનતા ના મતો ની કોઈ કિંમત નહિ હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમય થી ચાલતા કોંગ્રેસ સરકારના રાજકીય નાટકમાં સૌથી વધુ નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું હોવાનું સપાટી ઉપર આવ્યુ છે અને ભાજપ સામે કોંગ્રેસના ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લાગ્યો છે તે નફામાં.
ભાજપ સામે હરિયાણાની માનેસર હોટલમાં કોંગ્રેસના ધારાસભ્યોનું સ્વાગત કરવાનો આરોપ લાગ્યો અને આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત સચિન પાયલટ એકસાથે બેસી જતા રાજકારણ ની પરાકાષ્ટા જોવા મળી રહી છે.
જે રીતે કોંગ્રેસમાં બળવો થયો થયો તેજ રીતે ભાજપમાં પણ બગાવતનો ડર કોંગ્રેસની ફૂટ બાદ સામે આવવા લાગ્યો હતો. ભાજપને આ વાત નો અણસાર આવી જતા તે એલર્ટ થઈ ગયું હતું અને વસુંધરા રાજે એ અશોક ગેહલોતને આશ્વાસન આપી રાખ્યું હતું કે અને પોતે લગભગ 10 જેટલા ધારાસભ્યોની સગવડ કરી દેશે આ વાત બહાર આવતા ભાજપમાં દોડધામ મચી ગઇ હતી.
ભાજપ દ્વારા જ્યારે જયપુર એરપોર્ટ પર ત્રણ ફ્લાઇટ ઉતારી વસુંધરા રાજે સમર્થક ધારાસભ્યોને ગુજરાત મોકલવાની તૈયારી પણ કરી હતી પરંતુ ઝાલાવાડ ધોલપુર સહિત કેટલાંક બીજા જિલ્લાના ધારાસભ્યોએ ગુજરાત જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ત્રણ દિવસ સુધી ભાજપના ત્રણ ફ્લાઇટ જયપુર એરપોર્ટ પર પડ્યા રહ્યા હોવાની વાત બહાર આવી છે.
આ ધારાસભ્યો ને ભાજપ ના નેતા ફોન કરતા રહ્યા પરંતુ વસુંધરા સમર્થક ધારાસભ્યો એ કહીને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો કે જ્યાં સુધી મેડમનો આદેશ આવશે નહીં ત્યાં સુધી કયાંય જશે નહીં. ત્યારબાદ ભાજપે નક્કી કર્યું કે 10મી ઑગસ્ટના રોજ તમામ ધારાસભ્યોને જયપુર બોલાવશે અને 11 ઑગસ્ટથી તેમને જયપુરની ક્રાઉન પ્લાઝા હોટલમાં રખાશે. પરંતુ ભાજપની તમામ તૈયારી જૈસે થૈ રહી ગઇ કારણ કે સચિન પાયલટ દિલ્હીમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા.
ત્યારબાદ નક્કી થયું કે ભાજપની બેઠક હવે 11 ઑગસ્ટના રોજ ભાજપ કાર્યાલય જયપુરમાં થશે પરંતુ બેઠક ના થઇ. પછી નક્કી થયું કે 12 ઑગસ્ટના રોજ જયપુરમાં બેઠક થશે તો એ પણ ના થઇ.
આખરે 13 ઑગસ્ટના રોજ ભાજપની ઓફિસમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઇ જેમાં પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આવ્યા અને તેમની સાથે ભાજપના નેતા અવિનાશ રાય ખન્ના સંગઠન સચિવ પણ સતીશ અને મુરલીધર રાવ સામેલ થયા. એ નક્કી કરાયું કે 14 ઑગસ્ટના રોજ જેવું વિધાનસભાનું સત્ર શરૂ થશે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. આ જાહેરાત કરતાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે કોંગ્રેસના બે ભાગ થઇ ગયા છે અને આ સરકાર હવે ચાલવાની નથી અને જાતે જ વિસર્જન થઈ જશે.
રાજસ્થાન માં સ્પષ્ટ થયું છે કે કેવી રીતે તપાસ એજન્સીઓનું દબાણ બનાવીને ધારાસભ્યોને ડરાવા ધમકાવામાં આવ્યા હતાઅને જો તેઓ ગુનેગાર છે તો પછી મુખ્યમંત્રી નિવાસમાં મુખ્યમંત્રીની પાસે કેમ બેઠા હતા વગરે બાબતે લોકો માં લોકશાહી ના આ વરવા દ્રશ્યો થી સૂગ જોવા મળી હતી.
