કોરોના પોઝિટિવ કેસની બાબતમાં અમેરિકા બાદ બ્રાઝિલને હંફાવી ભારત બીજા ક્રમે આવી ગયું હતું. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો છ લાખ ત્રેપન હજાર પર પહોંચ્યો હતો અને કોરોનાગ્રસ્તોનો કુલ આંકડો 24 લાખ પર પહોંચ્યો હતો. અગાઉ અમેરિકા પછી બીજા ક્રમે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ હતા.
અત્યાર સુધીમા કોરોનાના પગલે થયેલાં મૃત્યુનો આંકડો 47 હજાર 33 પર પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી રોજ સરેરાશ 60 હજાર નવા કેસ આવતાં ભારત બ્રાઝિલને હંફાવીને બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં હતું. અમેરિકામાં કુલ કેસ 51 લાખ 97 હજાર હતા જેમાં સક્રિય (એક્ટિવ) કેસનો આંકડો 32 લાખ 76 હજારનો હતો. બ્રાઝિલમાં કુલ કેસનો આંકડો 31 લાખ 64 હજારનો હતો.
ગુરૂવારે સાંજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં 67 હજાર કેસ નવા આવતાં ભારતમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 23 લાખ 96 હજાર 638ની થઇ હતી.
એમાં આશ્વાસન જેવા સમાચાર એ હતા કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે રજૂ કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં બે લાખ 68 હજાર કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા.બુધવારથી ગુરૂવાર વચ્ચે દેશમાં કુલ 8 લાખ 30 હજાર ટેસ્ટ પૂરા થયા હતા.