ગુજરાતમાં 48.85 લાખથી વધુ ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે જે પૈકી 32.44 લાખ ખેડૂતો તો નાના અને સીમાંત છે, એટલે કે 66.41 લાખથી વધુ હિસ્સો નાના સીમાંત ખેડૂતોનો છે. આ આંકડો વધવાનું મુખ્ય કારણ વધતું જતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. ખેડૂતોની મહામૂલી જમીનના ટુકડા થયા છે.
એનો મતલબ એ થયો કે રાજ્યમાં મોટા ખેડૂતો ઓછા છે પરંતુ નાના ખેડૂતો પાસેથી જમીન છીનવાઇ રહી છે તેથી મજૂરોની સંખ્યા વધતી જાય છે. બીજી તરફ ખેતમજૂરોની સંખ્યા 2909108 જેટલી છે એટલે કે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા જેટસા જ ખેત મજુરો આવેલા છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ખેતરો મટી જતાં ખેતમજૂરોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે.
એગ્રીકલ્ચર સેન્સસની ગણતરી પ્રમાણે ગુજરાતમાં નાના ખેડૂતો વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2.30 લાખ સીમાંત ખેડુતોનો વધારો થયો છે, જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 70 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. આ બાબત દર્શાવે છે કે જમીનના ટુકડા વધી રહ્યા છે અને નાના-સીમાંત ખાતેદારો પણ સાથે સાથે વધી રહ્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા અને ખેત મજુરોની સંખ્યા બરાબર થવા જાય છે. 31મી માર્ચ 2018ની સ્થિતિએ રાજ્યમાં સૌથી વધુ 2.18 લાખ ખેતમજૂરો આણંદ જિલ્લામાં હતા, જ્યારે સૌથી ઓછા 32 હજાર પોરબંદર જિલ્લામાં નોંધાયા હતા. રાજ્યના 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં એક લાખથી વધુ પ્રમાણમાં ખેત મજૂરો નોંધાયેલા છે.
એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મોટા ખેડૂતોની સંખ્યા 11.28 લાખ થવા જાય છે જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યા 5.12 લાખ, સીમાંત ખેડૂતોની સંખ્યા 18.15 લાખ અને નાના ખેડૂતોની સંખ્યા 14.29 લાખ થવા જાય છે.