ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનો અન્ય પાટીદાર યુવાનોએ આભાર માનવો જોઇએ, કારણ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત તો મળી જ છે. પરંતુ તેની સાથે પાટીદાર આંદોલનમાં જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે.
ગુજરાતમાં જે આનંદીબહેન પટેલ ન કરી શક્યા તે કામ વિજય રૂપાણી સરકારે કર્યું છે. પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં અથવા તો તેને તોડી પાડવામાં રૂપાણી સરકાર આક્રમક રહી છે. આનંદીબહેન પટેલના શાસનમાં બે વર્ષ સુધી અનામત આંદોલન સળગતું રહ્યું હતું અને તેનાથી સરકાર પરેશાન અને બેચેન હતી, પરંતુ રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદારોનો ઇસ્યુ હાથ પર લેતાં હાર્દિક પટેલ એકલો પડી ગયો છે પરંતુ ભાજપની સરકાર માટે નવી મુસિબત ઉભી થઇ છે.
હાર્દિકના મૂળ સાથીદારો ભાજપમાં જોડાઇ ગયા છે અને તેમના આંટાફેરા ગાંધીનગરમાં વધી ગયા છે. સચિવાલયના વિભાગો અને મંત્રીઓની ચેમ્બરમાં પાટીદાર યુવા આગેવાનો જમીન અને બદલીઓના કામ લઇને આવતા થયાં છે. આ યુવા નેતાઓના માથે પહેલાં કોઇ પાર્ટીનું લેબલ ન હતું પરંતુ હવે ભાજપના સિમ્બોલ તેઓ ‘કંઇપણ’ કરી શકે છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્યો પણ દાદાગીરીથી સચિવાલયમાં કામો કરાવી રહ્યાં છે.
હાર્દિક પટેલના આ સાથી યુવા નેતાઓને ભાજપમાં લેવાથી પાર્ટી કે સરકારને ફાયદો થયો છે કે નુકશાન તે આગળના ભવિષ્યમાં ખબર પડશે. હાલ તો રૂપાણી સરકાર નિરાંતનો શ્વાસ લઇ રહી છે. જો કે સચિવાયલના અધિકારીઓ પરેશાન છે, કેમ કે હાર્દિકના આ સાથીદારો કે જેઓ ભાજપમાં જોડાયા છે તેઓ કોઇ હોદ્દો ધરાવતા નથી છતાં જમીન અને બદલીઓના કામ લઇને આવી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના ભાજપના મહિલા ધારાસભ્ય મહેસૂલ, શહેરી વિકાસ અને આરોગ્ય વિભાગમાં બદલીઓ તેમજ કામોની ફાઇલ લઇને સચિવાલયમાં ફરી રહ્યાં છે.
સચિવાલયમાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે- આ યુવા નેતાઓ કામ લઇને આવે છે ત્યારે ભાજપના સિમ્બોલ વાળો લેટર બતાવીને કામ કરવા માટે દબાણ કરી રહ્યાં છે. સચિવાલયમાં કામ કરાવવાનો તેમને પરવાનો મળી ગયો છે. એક યુવા નેતાએ તો દાદાગીરી કરી હતી અને બદલીની ફાઇલમાં સહી કરવા દબાણ કર્યું હતું જેની જાણ મેં વિભાગના મંત્રીને કરતાં તેમણે કહ્યું હતું કે હમણાં ફાઇલ મૂકી રાખો.
સવર્ણોને આર્થિક ધોરણે અનામત તો મળી ગઇ છે પરંતુ તેના મૂળમાં હાર્દિક પટેલ અને તેનું આંદોલન છે. હવે આ યુવા નેતાઓ પાસે ભાજપનો સિમ્બોલ આવી ગયો છે તેનું કારણ પણ હાર્દિક પટેલ જ છે. કેટલાક મંત્રીઓ પણ આ યુવા નેતાઓથી પરેશાન છે, કારણ કે આ નેતાઓને ભાજપમાં પ્રવેશ અપનાવનારા નેતાઓ વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. આ ત્રણ વ્યક્તિના નામ લઇને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતાઓ સચિવાલયના વિભાગોમાં કામો કરાવી રહ્યાં છે.