દેશમાં કોરોનાનો આંકડો 24 લાખ કેસ (India crosses 24 lakh covid-19 cases) ને પાર કરી ચૂકયો છે. દેશમાં આરોગ્ય મંત્રાલય લોકોને એમ કહીને સાંત્વના આપી રહ્યુ છે કે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર સૌથી અધિક છે, એટલે લોકોએ ઘબરાવાની જરૂર નથી. જો કે, દેશમાં સતત દરરોજ 60 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં નવા કુલ 64553 કોરોના કેસો (Corona cases) નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 24 લાખ 61 હજાર 190 સુધી પહોંચ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કુલ 55573 દર્દીઓ રિકવર થયા છે જ્યારે કુલ 17,51,555 દર્દીઓએ કોરોનાને માત આપી છે તો દેશમાં આજનાં આંકડા મુજબ કુલ 1007 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના (Corona Death) થી થયેલ કુલ મૃત્યુઆંક 48 હજારને વટાવી ચૂકી છે. દેશમાં 9 ઓગસ્ટનાં દિવસે પણ કુલ 1007 કોરોના દર્દીઓનાં મોત (Death of corona patients) થયા છે અને તેટલા જ મોત દેશમાં ગત 24 કલાકમાં થયા છે.
મહારાષ્ટ્ર (Maharashtra) કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 11813 કેસો નોંધાઈ ચૂક્યા છે જેની સરખામણીમાં કુલ 9115 દર્દીઓ રિકવર થયા છે. મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસો (Total active cases) ની સંખ્યા 1,50,000ને વટાવી ચૂકી છે જે દિલ્હીનાં કુલ કોરોના કેસોની સંખ્યા કરતા વધુ છે તથા મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં સર્વાધિક 413 લોકોનાં કોરોના સંક્રમણ (Corona transition) નાં લીધે મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે આ પહેલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુલ 390 લોકોના મોત થયા હતા જે 9 ઓગસ્ટે જ નોંધાયા હતાં.
કોવિડ -19 કટોકટીની વચ્ચે સામાજિક અંતરનાં ધોરણોને પગલે ભારતીય રેલ્વે ગણપતિ વિશેષ ટ્રેનો (Ganpati Special Trains) ચલાવવાની તૈયારીમાં છે. જો કે, મહારાષ્ટ્ર સરકારે હજી સુધી મંજૂરી આપી નથી કારણ કે આ મામલા પર ફરીથી વિચારણા ચાલી રહી છે. સેન્ટ્રલ રેલ્વે (Central Railways-CR) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે COVID-19 ને પરિણામે પ્રવર્તતી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 23 જુલાઇના રોજ સેન્ટ્રલ રેલ્વે દ્વારા પત્રમાં રાજ્ય સરકારને ગણપતિ વિશેષ ટ્રેનો, ખાસ લાંબા અંતરની મેલ/ મહારાષ્ટ્રની અંદર કોંકણ પ્રદેશ સુધીની એક્સપ્રેસ ટ્રેનો ચલાવવા અંગેના તેમના મત અંગે પૂછવામાં આવ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ મહારાષ્ટ્રના નિયામકે (Disaster Management Unit, Maharastra) 7 ઓગ્સ્ટના તેમના પત્ર દ્વારા માહિતી આપી હતી કે મધ્ય રેલ્વેના પત્રના જવાબમાં ગણપતિ ઉત્સવ માટે કોંકણ ક્ષેત્રમાં વિશેષ ટ્રેનો ગોઠવવામાં આવી શકે છે. મધ્ય રેલ્વેએ તાત્કાલિક વિશેષ ટ્રેનોનું શેડ્યૂલ બનાવ્યું અને રેલ્વે બોર્ડની મંજૂરી માટે મોકલી આપ્યુ છે. આ રોગચાળાને પગલે રેલવે બોર્ડે 9 ઓગસ્ટે ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્રના આંતર-જિલ્લા મુસાફરીના ધોરણોને અનુસરીને વિશેષ ટ્રેનો ચલાવવાને મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ 8 ઓગસ્ટની રાત્રે તેને સ્થગિત રાખવા જણાવ્યું હતું. ત્યારથી બોર્ડ ઝોનલ કક્ષાના રેલ્વે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને તેમના પ્રત્યુત્તરની રાહમાં છે. સેન્ટ્રલ રેલ્વે મુસાફરોને જાણ કરવા માગે છે કે તે સ્પેશિયલ ચલાવવા માટે તૈયાર છે. જો કે, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી નથી.