ગ્રુહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ચાહકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, હવે તેમની તબિયત સારી છે અને તેઓ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે,
આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.