ભાજપ ને ટક્કર આપે તેવો કોઈ વિરોધ પક્ષ હવે જાણે રહ્યો નથી કારણકે કોંગ્રેસ માં કોઈ દમદાર નેતા રહ્યો નથી અને બધાજ નેતા અને મોટાભા બની રહ્યા હોય ભારે અરાજકતા નો માહોલ છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં થવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે વિવિધ શહેર જિલ્લામાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ગુપસુપ રીતે નિમણૂકો કરી દીધી હોવાની વાતે પક્ષ માં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે, કો-ઓર્ડિનેશન કમિટીમાં ચર્ચા વિચારણા કર્યા વિના જ બારોબાર નિમણૂકો કરી દેવાતાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી વિરોધ શરૂ થઈ ગયો હોવાની વાતો બજાર માં ફરતી થઈ ગઈ છે . આ નિમણૂકો વિવાદના ઘેરામાં આવતાં જ કોંગ્રેસમાં ભારે વિરોધ નું વાવાઝોડું ત્રાટકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોટી વાત તો એ છે કે જે તે જિલ્લામાંથી આવતાં પ્રદેશના સિનિયર નેતાઓ પણ આ નિમણૂકથી અજાણ હોવાથી તેઓને સાઈડ લાઇન કરાયા હોવાની લાગણી પ્રબળ બની છે, કોંગ્રેસના સૂત્રો કહે છે કે, શહેર જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂકો કોઈ જાતની ચર્ચા વિના બારોબાર કરી દેવાતાં કોંગ્રેસમાં આંતરિક મતભેદ ઉભા થયાછે.
સંગઠનના કાર્યક્રમ તેમજ ચૂંટણીલક્ષી સહિતની મહત્ત્વની જવાબદારી નિરીક્ષકો માથે હોય છે, આ નિમણૂકો થાય તે પહેલાં કો-ઓર્ડિનેશન કમિટી બોલાવવામાં આવતી હોય છે અને ચર્ચા થતી હોય છે પણ એવું થયું નથી.
જોકે કો-ઓર્ડિનેશન કમિટીમાં નેતાઓ સાથે ચર્ચા વિના જ બારોબાર થયેલી નિમણૂકો હવે વિવાદ ઉભો કરે તેવી શકયતા છે.
નોંધનીય છે કે અગાઉ પણ સિનિયર-જુનિયર નેતાઓમાં મતભેદો સર્જાયા ત્યારે પ્રભારી રાજીવ સાતવ દોડતા થઈ ગયા હતા અને જેતે સમયે જાહેર કર્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ સિનિયર-જુનિયર નેતાઓના સમન્વયથી ચાલશે.પણ હવે પાછો આ લોચો લાગતા આગળ આવી રહેલી ચૂંટણીઓ માં કોંગ્રેસ ના દિગગજો ચૂપ બેસી રહે તેવું જણાઈ રહ્યું છે આ ચર્ચા હાલ તો ખુદ કોંગ્રેસ છાવણી માં જ ભારે ચર્ચા જગાવી રહી છે અને સ્વતંત્રતા દિવસે પ્રદેશ કાર્યાલય ઉપર જે ગેરહાજરી જણાતી હતી તેનું એક કારણ આ પણ હોઈ શકે તેવું ચર્ચાતું હતું.
