સૌરાષ્ટ્રમાં બનેલી એક ચકચારી ઘટના માં એક પિતા એ પોતાની પુત્રી ને પ્રેમ કરનાર યુવાન ને જીવતો સળગાવી દીધો છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે બનેલા આ બનાવ માં પોતાની પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતા પોતાના જ સમાજના યુવાનને પિતા અને તેના બે ભાઈઓએ મળી જીવતો જ સળગાવી દીધો હતો.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા વિક્રમ હરેશભાઈ પીપળીયા નામના યુવાન તેની ઓરડીમાં સુતો હતી તે દરમ્યાન સૂઈ રહેલા વિક્રમની ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી બારીમાંથી જ્વલનશીલ પદાર્થ અંદર નાખી આગ ચાંપી દઇ વિક્રમને સળગાવી દેવાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વિક્રમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત થઈ ગયું હતું. મૃતકના પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો મહાદેવ કાનજી કોળી, સુરેશ કાનજી કોળી અને દિનેશ કાનજી કોળી કે જેઓ ત્રણેય સગા ભાઈઓ છે.તેઓ સામે હત્યા નો ગૂનો નોંધાયો છે વિગતો મુજબ હત્યા નો ભોગ બનનાર યુવાન વિક્રમને આરોપી મહાદેવ કાનજી કોળીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને તે વાત નો ખાર રાખી વિક્રમ ને સળગાવી દઈ હત્યા કરવામાં આવતા અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
