દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારે કહ્યુ કે,દિલ્હીના સચિવાલયમા તેમણે સ્વાતંત્ર્ય દિવસના ભાષણમા કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમા બે મહિના પહેલાના પ્રમાણે કોવિડ-19ની સ્થિતિ નિયંત્રણમા છે. સીએમએ કોરોનાની લડાઇમા મહત્વની ભૂમિકા ભજવનાર કેન્દ્ર સરકાર, કોરોના વોરિયર્સ અને વિભિન્ન સંગઠનો સહિત બધા હિતેચ્છુનો આભાર વ્યક્ત કર્યો. સ્કૂલના બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય આમ આદમી પાર્ટીની સરકાર માટે મહત્વની છે. દિલ્હીની સરકાર ત્યાં સુધી સ્કુલ નહીં ખોલે, જ્યાં સુધી શહેરમા કોરોનાને લઇને સ્થિતિ લઇને સંપૂર્ણ રીતે આશ્વત થઇ જાય. તેની સાથે જ તેમણે ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને સફાઇને લઇને દેશવાસીઓને ત્રણ અપીલ કરી છે.
કેજરીવાલે આ અવસર પર લોકોને ત્રણ વચન પાળવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, પહેલા, જીવનમા કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે, લાંચ આપશે નહીં કે લેશે નહીં, લાંચ આપવી અને ભ્રષ્ટાચાર દેશ અને માતા સાથે દગો કરવો છે અને એ સૈનિકો સાથે દગો કર્યો ગણાય, જેઓ બોર્ડર પર પોતાના પ્રાણ દેશને માટે આપી દે છે, જેમણે દેશને આઝાદ કરવા માટે પોતાનુ જીવન આપી દીધુ. એ ભગત સિંહ, ચંદ્રશેખર, સુભાષ ચંદ્ર સાથે દગો કર્યો ગણાય.