AIIMS ના ડોક્ટરનો ખુલાસો: સતત ૧૪ દિવસ સુધી કોફી પીવાથી શરીરમાં કેવા જાદુઈ ફેરફારો જોવા મળે છે?
આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ગરમાગરમ કોફીના કપ સાથે થતી હોય છે. ઘણા લોકો કોફીને માત્ર એક એનર્જી ડ્રિંક માને છે, તો વળી અમુક લોકો એવું માને છે કે કોફી પીવાથી ઉંઘ નથી આવતી કે એસિડિટી થાય છે. પરંતુ, એઈમ્સ (AIIMS) માં તાલીમ પામેલા જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. સૌરભ સેઠીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો અને સકારાત્મક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો તમે સતત ૧૪ દિવસ સુધી યોગ્ય રીતે અને મર્યાદિત માત્રામાં કોફીનું સેવન કરો છો, તો તમારા શરીરમાં આશ્ચર્યજનક સ્વાસ્થ્યપ્રદ ફેરફારો જોવા મળી શકે છે.
લિવર માટે વરદાન સમાન છે કોફી
ડો. સેઠીના જણાવ્યા અનુસાર, કોફી પીવાનો સૌથી મોટો ફાયદો આપણા લિવરને થાય છે. આજના સમયમાં ખોટી ખાનપાનની આદતોને કારણે ‘ફેટી લિવર’ની સમસ્યા સામાન્ય બની ગઈ છે. કોફી લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં અકસીર સાબિત થાય છે. જો તમે સતત ૧૪ દિવસ સુધી કોફી પીવો છો, તો તે લિવર ફાઈબ્રોસિસ અને સિરોસિસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. લિવરની સફાઈ (ડિટોક્સ) માટે કોફી એક કુદરતી દવા જેવું કામ કરે છે.
મેટાબોલિઝમ અને પાચનતંત્રમાં સુધારો
કોફીમાં ‘ક્લોરોજેનિક એસિડ’ નામનું તત્વ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે. ૧૪ દિવસના નિયમિત સેવનથી તમે અનુભવશો કે તમારી પાચનશક્તિ મજબૂત બની રહી છે. ડો. સેઠી કહે છે કે કોફી ‘બાઉલ મુવમેન્ટ’ (Bowel Movement) ને ઉત્તેજિત કરે છે, જેનાથી પેટ સાફ રહે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત, તે મેટાબોલિઝમ સુધારતી હોવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે અને તમને દિવસભર સ્ફૂર્તિલો અનુભવ કરાવે છે.
મગજની સક્રિયતા અને માનસિક ક્ષમતા
કોફીમાં રહેલું કેફીન મગજને એલર્ટ રાખવાનું કામ કરે છે. ૧૪ દિવસ સુધી યોગ્ય માત્રામાં કોફી પીવાથી તમારી એકાગ્રતા (Concentration) અને માનસિક કાર્યક્ષમતામાં સુધારો જોવા મળે છે. તે મગજમાં ડોપામાઈન જેવા ‘ફીલ ગુડ’ હોર્મોન્સને સક્રિય કરે છે, જેનાથી તણાવ ઓછો થાય છે અને મૂડ સારો રહે છે. ડોક્ટરના મતે, આ આદત લાંબા ગાળે અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે.
View this post on Instagram
ડોક્ટરની ખાસ ચેતવણી: કોફી પીવાની સાચી રીત
જોકે, આ ફાયદાઓ મેળવવા માટે ડો. સેઠીએ કેટલીક શરતો પણ જણાવી છે:
ખાંડ અને દૂધ: કોફીનો અસલી ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેમાં ખાંડ અને વધુ પડતા દૂધનો ઉપયોગ ટાળવામાં આવે. બને ત્યાં સુધી બ્લેક કોફીનો આગ્રહ રાખવો.
માત્રા: દિવસમાં ૨ થી ૩ કપથી વધુ કોફી ન પીવી જોઈએ.
સમય: રાત્રે સૂતા પહેલા કોફી પીવાનું ટાળવું જોઈએ, જેથી ઉંઘમાં ખલેલ ન પહોંચે.
