ચાઈના થી શા માટે મોદી ડરે છે તે અંગે રાહુલ ગાંધી એ અગાઉ એટલે કે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા જે સંબોધન કરાયું તેમાં કોંગ્રેસે સવાલ કર્યો હતો કે ગલવાન ઘાટીમાં ચીન તરફથી ગતિવિધિ કરવામાં આવી તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણમાં ચીનના નામનો ઉલ્લેખ શા માટે ન કર્યો? આ વાત હજુ વિવાદ માં જ છે ત્યારે રાહુલ ગાંધીએ બીજો ચાબખો મારી ને ભાજપ, RSSની આકરી ટીકા કરી રાહુલે મીડિયા અહેવાલને ટાંકી ટ્વિટ કર્યું કે ભાજપ અને RSS દેશમાં ફેસબુક અને વ્હોટ્સએપ પર અંકૂશ ધરાવે છે. બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મતદાતાઓને પ્રભાવિત કરવા ફેક ન્યૂઝ તથા નફરત ફેલાવી રહ્યા છે. રાહુલના નિવેદનને લઈ ભાજપ માં આક્રોશ ફેલાઈ ગયો છે,અનેવળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વળતા જવાબ માં જણાવ્યું કે ચૂંટણી અગાઉ ડેટાને હથિયાર બનાવવા માટે કેમ્બ્રિજ એનાલિટિકા તથા ફેસબુક સાથે મિલીભગતના કેસમાં કોંગ્રેસ રંગેહાથ પકડાઈ ગઈ હતી અને તે ભાજપા પર હાલ ખોટા આરોપ લગાવે છે. તેમણે કહ્યું કે હારી ચુકેલા લોકો કે જે પોતાના પક્ષના લોકોને પ્રભાવિત નહીં કરી શકે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ જણાવ્યુ કે અમને આપણા સૈનિકો પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસ સહિત 130 કરોડ ભારતવાસીઓને સેનાના સાહસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. પણ પ્રધાનમંત્રી તેમના ભાષણમાં ચીનનું નામ લેતા શા માટે ડરી રહ્યા છે? તે સમજાતુ નથી. કોંગ્રેસે કહ્યું કે સીમા પર તણાવ બાદ અત્યાર સુધી પ્રધાનમંત્રીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનનું નામ લેતા નથી તેથી નવાઈ થાય છે.
