કોરોના નામની બલા જ્યાર થી આવી ત્યારથી ભારત જેવા ગરીબ દેશ માં લોકો ની હાલત ખરાબ કરી દીધી છે અને ધંધા નોકરી છૂટી ગયા છે કેટલાય પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે અને આર્થિક પાયમાલી વચ્ચે કોરોના ના નામે આકરા દંડ ભરી પ્રજા બેવડ વળી ગઈ છે ત્યારે નિયમો નહિ પાળનાર તંત્ર વાહકો ને કોણ દંડ કરશે તે સવાલ હવે લોકો માં ઉઠી રહ્યા છે સુરત નીજ વાત કરીએ તો સ્વચ્છતા નહિ પાળનાર અને નિયમો નું પાલિકા ના જવાબદાર ઈસમો એ જે રીતે ઉલ્લંઘન કર્યું છે તે ચોંકાવનારું છે.
સુરત ના ભાઠેના કોવિડ કેરમાં કચરાના વાહનમાં ભોજન ના ડબ્બા લવાતા હોવાનો વીડિયો વાઈરલ થઇ જતા તંત્ર ની ચોખ્ખાઈ ની વાતો માત્ર મોઢે બોલવા પૂરતી જ હોવાનું જણાય રહ્યું છે , પાલિકાના અધિકારી ચામડી બચાવવા ખુલાસા કરે છે કે, ભોજન બહારથી લવાતું નથી ત્યાં જ રસોડું ચાલે છે પણ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ખદબદતી ગંદકી ટ્રકમાં છે અને ત્યાં જ ખાધ્ય સામગ્રીના ટિફીન કંન્ટેનર રખાયા હોવાનું સામે આવતા ભારે દેકારો મચી ગયો છે, કોરોના માં વારંવાર હાથ ધોવાનું કહી ચોખ્ખાઈ નો આગ્રહ ની પીપુડી વગાડતા તંત્ર વાહકો તેઓની જવાબદારી સુપેરે નિભાવી શકતા નથી તો શા માટે આ ફિલ્ડ માં આવતા હશે તેવા સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય જનતા ની તબિયત સાથે ચેડાં કરતા જવાબદારો ને પણ કોરોના માં મોટો દંડ કરવાનો નિયમ કોણ બનાવશે તેવા સવાલો જનતા માં ઉઠી રહ્યા છે.
