અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન પર 31000 કરોડનું દેવું વંટોળની જેમ વધી રહ્યું છે. શું આ દેવું અનિલના મોટાભાઇ મૂકેશ અંબાણી ચૂકવવાના છે કે ? એવો સવાલ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂછ્યો હતો. અગાઉ અનિલ અંબાણી આર્થિક મુશ્કેલીમાં હતા ત્યારે મૂકેશે તેને મદદ કરી હતી.
હવે રિલાયન્સ જીઓના જાણકાર સૂત્રોના કહેવા મુજબ મૂકેશ અંબાણી આ સવાલના જવાબમાં ના પાડી શકે છે. રિલાયન્સ જીયોની દલીલ એવી છે કે ભલે અનિલની કંપની હાલ આરકોમના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહી હોય. એના માથા પરનું દેવું 2016ની અગાઉનું છે. એજીઆ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાતને નવો વળાંક આપી દેતાં એવો સવાલ કર્યો હતો કે દેવાળું કાઢી ચૂકેલી આરકોમ કંપનીનું દેવું જીયો ભરપાઇ કરી આપશે કે ?
રિલાયન્સ જીઓનાં સૂત્રો કહે છે કે ટેલિકોમ વિભાગે આરકોમ પર જે લેણું નક્કી કર્યું છે એનો મોટા ભાગનો હિસ્સો ટુજી અને થ્રીજીનેા છે જે 2016ની પહેલાંનો છે. જો કે સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરકોમ પાસેથી લેણી નીકળતી રકમની ગણતરી 2017ના નાણાંકીય વર્ષ સુધીની ગણવામાં આવી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશન પર 25,199.27 કરોડની જે લેણી રકમ ગણવામાં આવી હતી એમાં સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ અને લાયસન્સ ફીનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. રિલાયન્સ જીયોએ પોતાના બાકી નીકળતા લેણાની 195.18 કરોડની રકમ આ વર્ષના જાન્યુઆરીમાં ચૂકવી દીધી હતી.