અહીં સિક્સ પેક નહીં, મોટી ફાંદવાળા પુરુષોના દિવાના છે લોકો! જેટલું મોટું પેટ તેટલો જ ‘હેન્ડસમ’ ગણાય છે યુવાન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અહીં છોકરીઓ મોટા પેટવાળા પુરુષોની દીવાની છે: જેટલી મોટી ફાંદ, તેટલો વધુ હેન્ડસમ ગણાય છે આ શખ્સ

આજના યુગમાં જ્યાં દરેક પુરુષ સિક્સ પેક એપ્સ બનાવવા અને જીમમાં કલાકો સુધી પરસેવો પાડવામાં વ્યસ્ત છે, ત્યારે દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સુંદરતાની વ્યાખ્યા તદ્દન અલગ છે. આપણે વાત કરી રહ્યા છીએ ઇથિયોપિયાની ઓમી ખીણમાં વસતી ‘બોડી જનજાતિ’ (Bodi Tribes) ની. આ અનોખા કબીલામાં પુરુષોની મર્દાનગી અને સુંદરતા તેમના મસલ્સથી નહીં, પણ તેમના ફૂલેલા પેટ એટલે કે ફાંદ પરથી નક્કી કરવામાં આવે છે.

body.jpg

સૌથી મોટી ફાંદ જીતાડે છે ‘સુપરમોડલ’નો ખિતાબ

આ જનજાતિમાં દર વર્ષે ‘કાએલ ઉત્સવ’ નામની એક અનોખી સ્પર્ધા યોજાય છે. આ કોઈ સામાન્ય તહેવાર નથી, પરંતુ સૌથી મોટી ફાંદ ધરાવતા પુરુષને પસંદ કરવાની હરીફાઈ છે. બોડી કબીલાની યુવતીઓ આ ઉત્સવની આતુરતાથી રાહ જોતી હોય છે, કારણ કે આ સ્પર્ધાનો વિજેતા જ આખા સમાજનો ‘સુપરમોડલ’ માનવામાં આવે છે. કબીલાની દરેક યુવતીનું સપનું હોય છે કે તેનો જીવનસાથી સૌથી મોટી ફાંદવાળો અને હેન્ડસમ પુરુષ હોય.

- Advertisement -

૬ મહિનાની કઠિન અને અજીબ મહેનત

આ સ્પર્ધા જીતવા માટે અહીંના પુરુષો ૬ મહિના સુધી સખત ‘મહેનત’ કરે છે, જે સાંભળીને તમને નવાઈ લાગશે. આ સમયગાળો તેઓ એક ઝૂંપડીમાં કેદ રહીને વિતાવે છે. તેમને કોઈપણ પ્રકારનું શારીરિક કામ કરવાની સખત મનાઈ હોય છે. તેમનું એકમાત્ર લક્ષ્ય વધુમાં વધુ ખાવું અને સૂઈ રહેવું હોય છે જેથી તેમનું વજન ઝડપથી વધી શકે અને પેટ બહાર આવી જાય.

 

View this post on Instagram

 

A post shared by F’d Up Facts (@fouledupfacts)

- Advertisement -

ખોરાકમાં ગાયનું દૂધ અને લોહી

જ્યાં આધુનિક દુનિયામાં લોકો વજન ઘટાડવા ડાયટિંગ કરે છે, ત્યાં આ લોકો પેટ ફુલાવવા માટે એક ખાસ પ્રકારનું ‘એનર્જી ડ્રિંક’ પીવે છે. તેઓ ગાયના દૂધમાં તેનું તાજું લોહી ભેળવીને પીવે છે. ખાસ વાત એ છે કે તેઓ ગાયને મારતા નથી, પણ તેની નસમાંથી લોહી કાઢીને તેને ફરી માટીથી બંધ કરી દે છે. તેમનું માનવું છે કે આ મિશ્રણ તેમને પેટને ફુગ્ગાની જેમ ફુલાવવામાં મદદ કરે છે.

વિજેતાનું સન્માન અને લગ્ન માટેની પડાપડી

કાએલ ઉત્સવના દિવસે આ પુરુષો પોતાના શરીર પર રાખ અને માટી લગાવીને નૃત્ય કરે છે. આ દરમિયાન જેનું પેટ સૌથી વધુ બહાર નીકળેલું હોય, તેને કબીલાનો ‘હીરો’ જાહેર કરવામાં આવે છે. આ ખિતાબ જીતનાર પુરુષને સમાજમાં ઉચ્ચ દરજ્જો તો મળે જ છે, પણ કબીલાની સુંદર કન્યાઓ પણ તેને પોતાનો જીવનસાથી બનાવવા માટે પડાપડી કરે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.