ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી અને ડીજીપી પદના દાવેદાર 1984 બેંચના ડીજી રાકેશ અસ્થાનાની કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ડીજી તરીકે નિમણૂંક આપી છે. ગુજરાત કેડરના સિનિયર IPS રાકેશ અસ્થાના ગુજરાતના તત્કાલિન ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થવાના હતા ત્યારે ગુજરાતના ડીજીપી તરીકે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતુ, પરંતુ તેમનો કાર્યકાળ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડાયરેક્ટર જરનલ તરીકે ફેબ્રુઆરી 2021 સુધીનો હતો. કેન્દ્ર સરકારે આજે સોમવારે કેન્દ્રના ત્રણ ટોચના સિનિયર IPS અધિકારીઓની નિમણૂંક કરી છે જેમાં ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી રાકેશ અસ્થાનાના બીએસએફના ડીજી તરીકે નિમણૂંક આપી છે.
આ ઉપરાંત આન્ધ્ર પ્રદેશ કેડરના 1986 બેંચના બીપીઆરએનડીના ડાયરેક્ટર જનરલ બીએસકે કમુડીની કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી (ઇન્ટર સિક્યોરિટી ) તરીકે નિમણૂંક આપી છે. જ્યારે યુપી કેડરના 1986 બેંચના સિનિયર IPS અધિકારી મુહમ્મદ જાવેદ અખ્તરને સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક આપી છે. સિનિયર IPS અધિકારી મુહમ્મદ જાવેદ અખ્તર સીઆરપીએફના સ્પેશિયલ ડીજી હતા.