વિશ્વભરમાં કોરોના (Corona) સંક્રમણના મામલા વધી રહ્યા છે, ન્યુઝીલેન્ડ જેવા દેશમાં પણ આ પાછો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ આગામી શિયાળામાં ‘ડબલ મહામારી’ (Twindemic) જેવી પરિસ્થિતિ થવાની ચેતવણી આપી છે. જાહેર આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ શિયાળો ખરાબ સમાચાર લાવી રહ્યો છે અને કોવિડ -19 ની સાથે મોસમી ફ્લૂ (flu season) પણ પાયમાલ કરવા તૈયાર છે. આ પરિસ્થિતિને વૈજ્ઞાનિક ‘ટ્વિન્ડેમિક’ કહી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ શિયાળાની ઋતુ દરમિયાન મોસમી ફલૂ એકદમ સામાન્ય રોગ છે, પરંતુ મોટાભાગની હોસ્પિટલો તેના દર્દીઓથી ભરેલી હોય છે. જો કે, આ વર્ષ જુદું છે અને બધી હોસ્પિટલો પહેલેથી જ કોવિડ -19 ના દર્દીઓથી ભરેલી છે. આવી સ્થિતિમાં મોસમી ફ્લૂના દર્દીઓની સારવાર ક્યાં થશે? બીજો પ્રશ્ન એ છે કે કોવિડ -19 અને મોસમી ફ્લૂના પ્રારંભિક લક્ષણો પણ એક સમાન છે, આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં ભીડ તો વધશે જ મૂંઝવણની સ્થિતિ પણ ઉભી થવાની છે. લોકોને મોસમી ફલૂથી બચવા માટે ‘ફ્લૂ શોટ્સ’ આપવામાં આવે છે, જે આ વર્ષે શક્ય નથી. તેથી દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફ્લૂના લક્ષણો પણ – તાવ, માથાનો દુખાવો, કફ, ગળામાં દુખાવો, શરીરનો દુખાવો છે. એક તરફ, તે સરળતાથી કોવિડ -19 જેવું લાગે છે અને સાથે જ તે કોરોના સંક્રમણના જોખમને વધુ વધારી દેશે. ફ્લૂથી ગ્રસ્ત વ્યક્તિ માટે કોરોના વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકોની ચિંતા વધી
જણાવી દઈએ કે દુનિયાભરના વૈજ્ઞાનિકો આ ‘ટ્વિન્ડેમિક’ અંગે ખૂબ જ ચિંતિત છે અને ‘ફ્લૂ શોટ’ પર ઘણું ભાર મૂકી રહ્યા છે. યુએસના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે જણાવ્યું કે અમે મોટી કંપનીઓથી કહી રહ્યા છે કે તેઓ ‘ફલૂ શોટ’ આપવા માટે અભિયાન ચલાવે. ઓછામાં ઓછા તેમના કર્મચારીઓને ઉપલબ્ધ કરાવે. CDC દર વર્ષે હોસ્પિટલોને 5 લાખ ડોઝ આપતી આવે છે, પરંતુ આ વર્ષે આશંકાને પગલે 9.3 મિલિયન ફ્લૂ શોટ પહેલા જ ઓર્ડર કરી દીધા છે. અમેરિકન કોરોના એક્સપર્ટ ડોક્ટર એંથની ફૌચીએ પણ લોકોને ફ્લૂ શોટ આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ દ્વારા તમે એક જ સમયે બે શ્વાસના રોગોમાંથી કોઈ એકના ભયથી મુક્ત થશો.

બ્રિટનમાં પણ પીએમ બોરીસ જોહ્ન્સનએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લૂ શોટ માટે અભિયાન શરૂ કરી દીધું છે. તેમણે ફલૂની વેક્સિનનો વિરોધ કરી રહેલા લોકોને પાગલ ગણાવ્યા અને કહ્યું કે આ જ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા મહામારી સામેની લડત ચાલુ રાખી શકાય. ઓસ્ટ્રેલિયાએ એપ્રિલ મહિનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં આવા ‘ફ્લૂ શોટ’ અભિયાનની શરૂઆત કરી દીધી હતી. યુ.એસ. માં, નર્સરી શાળામાં જ બાળકો માટે રસીની વ્યવસ્થા થાય છે, પરંતુ શાળા બંધ હોવાને કારણે, આ વખતે રસીકરણ થઈ શક્યું નથી. આ કાર્ય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની દેખરેખ હેઠળ કરવામાં આવ્તું હતું, તેઓએ જાહેરાત કરી છે કે નવેમ્બર સુધીમાં 2 લાખ 30 હજાર કર્મચારીઓ અને 2 લાખ 80 હજાર વિદ્યાર્થીઓને ફ્લૂ શોટની જરૂર પડશે. સીડીસીના જણાવ્યા અનુસાર, યુ.એસ. માં આ વર્ષે 39 મિલિયનથી 56 મિલિયન મોસમી ફ્લૂના કેસ નોંધાઇ શકે છે. આશરે 7 લાખ 40 હજાર લોકોને હોસ્પિટલની જરૂર પડી શકે છે, જ્યારે તેમાં 62 હજાર સુધી મૃત્યુ પણ થઈ શકે છે.