ભાજપ માં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ સતત ભાજપ નું માળખું મજબૂત બનવવાના પ્રયાસો કરી રહ્યા છે હમણાં દક્ષિણ ગુજરાતમાં ચક્કર માર્યા બાદ હવે સૌરાષ્ટ્ર યાત્રા ની તૈયારીઓ શરૂ કરી છે અને તેઓ મોદીજી સ્ટાઇલ માં નવો ચીલો ચાતરશે, આ યાત્રા 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ના પ્રચારરૂપે જોવાય રહી છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સી આર પાટીલ બુધવારથી સૌરાષ્ટ્રની યાત્રા શરૂ કરી રહ્યા છે અને સૌ સોમનાથદાદા ના દર્શન કરીને ચાર દિવસ સુધીની આ યાત્રામાં ભાજપના વર્તમાન નેતા-કાર્યકર્તાઓ અને જૂના જોગીઓ સાથે મુલાકાત કરનાર છે અને ધાર્મિક સ્થળોને પણઆવરી લેવામાં આવનાર છે. આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં સી આર પાટીલ ના આગમન ને લઈ ભવ્ય સ્વાગત અને અભિવાદન કાર્યક્રમો પણ યોજાવા જઇ રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે આ પ્રકારની યાત્રાઓ યોજતા હતા અદ્દલ તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે.જે મોદીજી બાદ સીઆર યોજી રહ્યા છે.
અગાઉ ના પ્રમુખો જિલ્લાઓની મુલાકાતે જતા હોય છે પરંતુ આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો યોજાયા નથી પણ આ એક નવી શરુઆત સાથે સાથે અવનારી વીધાનસભા ચૂંટણીની તૈયારીનો એક ભાગ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.આમ સીઆર પાટીલ ના આગમન બાદ ગુજરાત ભાજપ માં સંગઠન માં સુધારા વધારા અને ઔપચારિકતા માટે સતત ભાજપ પ્રમુખ એક્ટિવ મૂડ માં જોવા મળી રહ્યા છે.
