જાડેજાએ ધોની સાથે કેમ ન કરી વાત? RR માં ગયા પછી ‘માહી’ સાથેના સંબંધોમાં પડી તિરાડ?

3 Min Read

RR માં ટ્રેડ થયા બાદ CSK સામેની મેચ પહેલા જાડેજાએ ધોની સાથે કેમ ન કરી વાત? ‘સર’ જાડેજાએ પોતે ખોલ્યું આ રહસ્ય

આઈપીએલ 2026 (IPL 2026) માં ગઈકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ માત્ર એક રમત નહોતી, પણ લાગણીઓનું ઘોડાપૂર હતું. વર્ષો સુધી ચેન્નાઈની પીળી જર્સીમાં દેખાતા રવીન્દ્ર જાડેજાને જ્યારે ગઈકાલે રાજસ્થાનના ગુલાબી રંગમાં પોતાની જૂની ટીમ સામે બોલિંગ કરતા જોયા, ત્યારે સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકોના દિલ એક પળ માટે થંભી ગયા હતા.

જાડેજાએ પોતાની કારકિર્દીના સુવર્ણ 13 વર્ષ (2012 થી 2025) ચેન્નાઈને આપ્યા છે. તે CSK ની ત્રણ મોટી જીત (2018, 2021, 2023) નો સાક્ષી રહ્યો છે. તેથી, તેને પોતાની ‘હોમ ટીમ’ વિરુદ્ધ રમતા જોવો એ ચાહકો અને પોતે જાડેજા માટે પણ એક અજીબ અહેસાસ હતો.

- Advertisement -

 mahind.jpg

મેચ પહેલા ધોની સાથે વાત કેમ ન થઈ?

મેચ પૂરી થયા બાદ જ્યારે રવીન્દ્ર જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેણે આટલા મોટા ફેરફાર અને ટ્રેડ બાદ પોતાના જૂના કેપ્ટન અને માર્ગદર્શક મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરી હતી? ત્યારે જાડેજાએ આપેલા જવાબથી બધાના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

- Advertisement -

જાડેજાએ ‘Google Search AI Mode Match Centre’ પર વાતચીત કરતા જણાવ્યું કે, “મેં માહી ભાઈ સાથે વાત નથી કરી, કારણ કે તે આખો સમય પોતાનો ફોન બંધ રાખે છે!” જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ધોની સિવાય તેણે સુરેશ રૈના કે અનિલ કુંબલે સાથે પણ વાત નથી કરી, પણ જ્યારે પણ તે તેમને રૂબરૂ મળશે ત્યારે મન ભરીને વાતો કરશે. ધોનીની ફોનથી દૂર રહેવાની આદત જગજાહેર છે અને જાડેજાના આ નિવેદને ફરી એકવાર સાબિત કર્યું કે ‘કેપ્ટન કૂલ’ મેદાનની બહાર પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે.

જૂની ટીમ સામે શાનદાર પ્રદર્શન

ગઈકાલની મેચમાં ભલે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું હોય, પણ રવીન્દ્ર જાડેજાએ સાબિત કરી દીધું કે તે ગમે તે ટીમમાં હોય, તેનું પ્રદર્શન ક્યારેય ઓછું નહીં થાય. જાડેજાએ:

  1. માત્ર 18 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી.
  2. તેણે સરફરાઝ ખાન અને પોતાના જૂના સાથી શિવમ દુબેને આઉટ કરીને CSK ની કમર તોડી નાખી હતી.
  3. નવા ‘બઝકટ’ લુકમાં સજ્જ જાડેજાએ ફિલ્ડિંગમાં પણ પોતાની ચપળતા બતાવી હતી.

jadeja 00.jpg

લાગણીશીલ વિદાય અને નવી શરૂઆત

CSK થી અલગ થવા વિશે વાત કરતા જાડેજાએ સ્વીકાર્યું કે આ ફેરફાર શરૂઆતમાં તેના માટે ઘણો મુશ્કેલ અને ભાવુક હતો. 13 વર્ષનો સંબંધ તોડવો સરળ નથી હોતો. પરંતુ તેણે આ ફેરફારને પોતાની ક્રિકેટ સફરના એક ભાગ તરીકે સ્વીકારી લીધો છે.

- Advertisement -

તેના માટે એક સકારાત્મક પાસું એ પણ છે કે તે એ જ ફ્રેન્ચાઈઝીમાં પરત ફર્યો છે જેની સાથે તેણે આઈપીએલની પહેલી સીઝન (2008) જીતી હતી. અંડર-19 વર્લ્ડ કપ બાદ રાજસ્થાન રોયલ્સ એ પહેલી ટીમ હતી જેણે જાડેજાને ઓળખ આપી હતી. હવે તે આ નવા ગ્રુપમાં યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવા અને ફરીથી ચેમ્પિયન બનવા માટે થનગની રહ્યો છે.

TAGGED:
Share This Article