ગુજરાત ભાજપ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યો છે એકતો ભાજપ ના અગ્રણી ની હત્યા ના કાવતરા નો પર્દાફાશ થયો ત્યાંજ બીજી ઘટના એવી બની કે ભાજપ માં દોડધામ મચી છે.
ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે તેમના સ્વાગત કાર્યક્રમ દરમ્યાન થયેલા ધડાકા થી તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
પાટીલના મોઢા પાસે ફટાકડો ફૂટ્યો હોવાનું કહેવાય છે અને ફૂલની પાંદડી ઉડાડવા જે વ્યવસ્થા કરાઈ હતી, તે દરમ્યાન દુર્ઘટના બની હતી. સીઆર પાટીલ આ દુર્ઘટનામાં ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વાગતમાં ફટાકડા ફોડતા આંખમાં ઇજા થઇ છે. સી.આર.પાટીલને આંખના સર્જન પાસે લઇ જવાયા હતા. અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હોવાની વાત બહાર આવી છે ત્યારે આ અંગે પણ તપાસ શરૂ થઈ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
